મોડેલ સ્કુલ બોટાદથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૮ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ સવારના ૦૫:૦૦ થી ૨૪:૦૦ કલાક સુધી કોઇ વાહન પ્રવેશ કરી શકશે નહીં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cozqzxniemwcvg6t/" left="-10"]

મોડેલ સ્કુલ બોટાદથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૮ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ સવારના ૦૫:૦૦ થી ૨૪:૦૦ કલાક સુધી કોઇ વાહન પ્રવેશ કરી શકશે નહીં


મોડેલ સ્કુલ બોટાદથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૮ ડિસેમ્બર,૨૦૨૨
ના રોજ સવારના ૦૫:૦૦ થી ૨૪:૦૦ કલાક સુધી કોઇ વાહન પ્રવેશ કરી શકશે નહીં

વિધાનસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ની બોટાદ જિલ્લાના ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ તથા ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગની મત ગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ મોડલ સ્કુલ બોટાદના બિલ્ડીંગમાં યોજાનાર છે. મત ગણતરીના દિવસે મતગણતરી મથક આજુ-બાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને અનિચ્છનિય બનાવ બનવા પામે નહી તથા મત ગણતરીની કામગીરી શાંતિ પૂર્વક ચાલી શકે તે માટે મતગણતરી મથકથી ૧૦૦ મીટરના વિસ્તારમાં વાહન પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એ.શાહે તેમને મળેલી સત્તાની રૂએ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં બોટાદ જિલ્લાના મોડેલ સ્કુલ બોટાદથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૨ ના સવારના ૦૫:૦૦ થી ૨૪:૦૦ કલાક સુધી કોઇ વાહન પ્રવેશ કરી શકશે નહી.
ચૂંટણી ફરજ પરના અધિકારીઓના વાહનો અને તાકીદના સંજોગોની જરૂરીયાત મુજબ એમ્બ્યુલન્સ તથા ફાયર ફાયટરના વ્યક્તિઓને તથા વાહનોને ઉક્ત જાહેરનામું લાગુ પડશે નહીં આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થશે.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]