જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગાયોના મૃતદેહોનો ખુલ્લા ખાડામાં જોવા મળતાં ગૌભક્તોમાં ભારે કચવાટ
જામનગર,તા 1 ઓગષ્ટ 2022,સોમવાર જામનગર શહેરમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને તેમાં આજે ખાસ કરીને શ્રાવણ માસનો સોમવાર છે, ત્યારે લમ્પિ વાયરસના કારણે મૃત્યુ પામેલી ગાયો ની અંતિમ વિધિ માટે મૃત્યુનો મલાજો જળવાતો ન હોવાનું સામે આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્થળની મુલાકાત લેવાતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. જામનગર શહેરમાં લમ્પિ વાયરસ ના કારણે સંખ્યાબંધ ગૌવંશના મૃત્યુને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યારે ગાયોની અંતિમવિધિની પ્રક્રિયામાં મૃત્યુનો મલાજો જળવાતો નથી, અને તેમાંય ખાસ કરીને આજે સોમવારે ૮૦ થી વધુ ગાયોના મૃતદેહો જેમને તેમ હાલતમાં પડ્યા હોવાથી ભારે અરેરાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા ઠેબા ચોકડી નજીક સ્થળની મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે ખાડામાં અનેક ગાયોના મૃત્યુ પડેલા જોવા મળ્યા હતા, અને કુતરાઓ મૃતદેહને ચુંથી રહ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેમનણે આક્રોશ વ્યક્ત કર્યો છે, અને મહાનગરપાલિકાના તંત્ર વાહકો, તેમજ સત્તાધીશ ભાજપ ના સભ્યો ની જાટકણી કાઢી છે. અગાઉ પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, અને ફરિયાદ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા હજુ કોઈ પણ પ્રકારની દરકાર કરવામાં આવી ન હોવાની રજૂઆત સાથે રોષ ઠાલવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.