રાયપુરમાં કોન્સ્ટેબલે ASIને ધડાધડ 18 ગોળી મારી, મોત:પહેલી ગોળી માથામાં અને 17મી ગોળી છાતીમાં ધરબી; અપશબ્દો સંભળાવતા ITBP જવાન રોષે ભરાયો
રાયપુરના મુદીપર ખાતે ITBP 38મી બટાલિયન (ભારત-તિબેટીયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ) કેમ્પમાં એક કોન્સ્ટેબલે ઈન્સાસ રાઇફલથી ASIની ગોળી મારીને હત્યા કરી દીધી. ASIએ કોન્સ્ટેબલના માથા અને છાતી પર 18 ગોળીઓ મારી હતી. પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. મોર્નિંગ પરેડ દરમિયાન, ASI દેવેન્દ્ર સિંહ દહિયા દ્વારા ઠપકો આપવામાં આવતા રોષે ભરાયેલા કોન્સ્ટેબલ સરોજ કુમારે ફાયરિંગ કર્યુ. આ અંગે માહિતી મળતાં ખરોરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ITBPની 38મી બટાલિયનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બંને ITBP બટાલિયનમાં જ હતા આરોપી કોન્સ્ટેબલ સરોજ કુમાર (32) બિહારના બક્સર જિલ્લાનો રહેવાસી છે. મૃતક ASI દેવેન્દ્ર સિંહ દહિયા (56) હરિયાણાના રહેવાસી હતા. તેઓ બંને રાયપુરમાં ITBP 38B બટાલિયનની કોલોનીમાં રહેતા હતા. આરોપી કોન્સ્ટેબલ સરોજ કુમારને 5 અને 3 વર્ષના બે પુત્રો છે. આરોપી પરિવાર સાથે જ રહેતો હતો. પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર સંબંધિત આ સમાચાર પણ વાંચો... પોલીસકર્મીએ પોતાને ગોળી મારી... સ્ટ્રોંગ રૂમમાં EVMની સુરક્ષા માટે તહેનાત હતો: ડ્યુટી પર આવ્યાના 10 મિનિટમાં જ ગોળી મારી થોડા દિવસો પહેલા છત્તીસગઢના ધમતારી જિલ્લામાં એક કોન્સ્ટેબલે પોતાની સર્વિસ INSAS રાઇફલથી પોતાને ગોળી મારી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જવાન સ્ટ્રોંગ રૂમમાં EVMની સુરક્ષા માટે તહેનાત હતો. ગોળીબારને કારણે રૂમની ટ્યુબલાઇટ પણ તૂટી ગઈ. આ મામલો ધમતારી જિલ્લાના રૂદ્રી પોલીસ સ્ટેશન વિસ્તારનો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
