તારો દિકરો મારી સાળીની છેડતી કરે છે કહી આધેડ પર ત્રણ શખ્સનો હુમલો - At This Time

તારો દિકરો મારી સાળીની છેડતી કરે છે કહી આધેડ પર ત્રણ શખ્સનો હુમલો


રૈયારોડ પર આવેલ જીવનનગરમાં તારો દિકરો મારી સાળીની છેડતી કરે છે કહી રાજેશભાઇ બોરીચા નામના આધેડ પર મોહિત સહિતના શખ્સોએ પાઈપથી મારમારતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડયા હતાં. પ્રાપ્ત વિગત અનુસાર, જીવનનગરમાં રહેતાં રાજેશભાઇ વલ્લભભાઈ બોરીચા (ઉ.વ.42) ગત રોજ ઘર પાસે હતાં
ત્યારે ઘસી આવેલા મોહિત, હર્ષિલ અને અજાણ્યાં શખ્સોએ ઝઘડો કરી પાઈપથી મારમારતાં સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વધુમાં, ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં મારો પુત્ર મિત પડોશમાં રહેતાં મોહિતની સાળી સામે જોવા મામલે બોલાચાલી થઈ હતી અને તેનું સમાધાન પણ થયું હતું.જે બાદ ગતરોજ મારો પુત્ર મિત યુવતીની શેરીમાંથી નીકળતાં મિત ઉશ્કેરાયો હતો અને મારા પુત્રને મારવા માટે અન્ય શખસો સાથે ઘરે ઘસી આવ્યો હતો અને ઝઘડો કરી મને મારમાર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.