મોટા ખુંટવડા નવદુર્ગા ગરબીની સ્થાપનાને 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાયો
મોટા ખુંટવડા નવદુર્ગા માતાજીની ગરબીની સ્થાપનાને 100 વર્ષ પુરા થતાં ઐતિહાસિક શતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં સમસ્ત ગ્રામજનોના સાથ સહકાર થકી એક ભવ્ય રથયાત્રા વિ. સંવત 2079ના આસો 12ને ગુરુવાર તા.26/10/2023 ના રોજ બપોરે 2:30 કલાકે અંબાજી મંદિરથી સાધુ સંતોના હસ્તે પ્રસ્થાન કરી મોટા ખુંટવડાના રાજમાર્ગો પર જય અંબેના નાદ સાથે નીકળી હતી જેમાં સમગ્ર ગ્રામજનોના સાથ સહકાર અને ઉમંગ થી આ ભવ્ય રથયાત્રામાં ગામના ભાવિક ભક્તો આ રથયાત્રામાં ભાવ ભક્તિથી જોડાયા હતા અને પરત અંબાજી મંદિરે આવીને મહા આરતી કરવામાં આવી હતી રથયાત્રામાં પધારેલા સર્વ ધર્મ પ્રેમી ભાઈઓનો અંબાજી મંદિર તથા બહુચર મંડળ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અને જય અંબે ના નાદ સાથે રથયાત્રાનુ સમાપન કરવામાં હતું.
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.