*કેશરપુરાના હિરાબેન વણકરને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ
*કેશરપુરાના હિરાબેન વણકરને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ*
*******************
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કેશરપુરા ગામના વતની હિરાબેન પશાભાઇ વણકરને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
હિરાબેન વણકર જણાવે છે કે તેઓ અત્યંત ગરીબ કુટુંબમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમની સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી સ્થિતિ હતી.તેમણે પહેલા રહેવા માટે કાચું માટીનું ર્ઝઝરીત મકાન હતું. જેથી ચોમાસામાં વરસાદથી અને શિયાળામાં ઠંડીથી પરિવારને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમજ વરસાદમાં ઘરની ઘર વખરી પણ પલડીને બગડી જતી હતી. વરસાદમાં આખી રાત પલળતા જાગતા બેસી રહેવુ પડતુ હતુ. તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ. એક લાખ વીસ હજારની સહાય મળતા પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે. વધુમાં તેઓ જણાવે છે કે અમારા જેવા સામાન્ય માણસ માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે.પરંતુ આ સ્વપ્ન સકાર થયુ છે. આ ઉપરાંત તેમણે શૌચાલય માટે ૧૨૦૦૦/- અને મનરેગા અંતર્ગત ૨૧૫૧૦/-ની સહાય મળી છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવા બદલ સરકારશ્રીનો આભાર માન્યો હતો.
***********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.