પરદા હૈ પરદા.. પરદે કે પીછે સાંઢીયા ગટર હૈ……!! - At This Time

પરદા હૈ પરદા.. પરદે કે પીછે સાંઢીયા ગટર હૈ……!!


રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બીજી ઓક્ટોબરે પોરબંદર આવ્યા તે પુર્વે અને છેલ્લા બે મહિનાથી પોરબંદરમાં ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે જે તે સમયે ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી આ સાંઢીયા ગટર બંધ કરવામાં આવી નથી. લોકોની વારંવાર રજૂઆત થતા તંત્ર જાગ્યું નથી પરંતુ ભુપેન્દ્ર પટેલ અહીંથી પસાર થયા છે. તેથી તંત્રએ લાજ કાઢીને ગટર આડે બંબુ નાખીને સફેદ કલરના પડઘ ઢાંકવાની હરકત કરી છે. પોરબંદરના શહેરીજનો હેરાન થતા હોય તો થાય પરંતુ મુખ્યમંત્રીની નજરે ઉઘાડી અને ખુલ્લી ઊંડી ગટર ચડી જાય તો નગરપાલિકાના સત્તાધીસોની બેદરકારી પણ આંખે ચડી જાય તેથી આ પ્રકારની હરકત થઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે લોક આક્રોશ વધવા પામ્યો છે


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image