રેસકોર્સમાંથી કારખાનેદારનું અઢી લાખ ભરેલું પર્સ ચોરાયું - At This Time

રેસકોર્સમાંથી કારખાનેદારનું અઢી લાખ ભરેલું પર્સ ચોરાયું


રાજારામ સોસાયટીમાં પરિણીતાનો આપઘાત

શહેરમાં કારખાનેદારની ભૂલે અઢી લાખની રોકડ ગુમાવવાનો વખત આવ્યો છે. સરદાર ચોક, કિસાન રેસિડેન્સીમાં રહેતા અને કોઠારિયા સોલવન્ટ પાસે ડિસ્પોઝેબલ કપનું ઉત્પાદન કરતા અલ્પેશભાઇ નાનજીભાઇ કોટડિયા નામના કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, રવિવારે મિત્રની 80 ફૂટ રોડ પર આવેલી દુકાને મિત્રો સાથે બેઠા હતા. આ સમયે ધંધામાં આવેલા છેલ્લા પાંચ દિવસના વેપારના રૂ.2.50 લાખની રોકડ નાના પર્સમાં સાથે રાખ્યા હતા. બાદમાં બધા મિત્રો સાથે રેસકોર્સ રિંગ રોડ પર જમવા ગયા હતા. જમીને બધા રેસકોર્સ અંદર આવેલા ગાર્ડનમાં બાંકડા પર બેઠા હતા. અને પોતાની પાસે રહેલું રોકડ ભરેલું પર્સ બાંકડા નીચે રાખ્યું હતું. ત્યાર બાદ રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં બગીચામાંથી બહાર નીકળી રોડની પાળીએ બેઠા હતા. થોડી વાર પાળીએ બેસી બધા છૂટા પડ્યા હતા. પોતે પણ ઘરે જવા નીકળ્યા હતા. ઘરે પહોંચતા પોતાની પાસેનું પર્સ ક્યાંય જોવા નહિ મળતા તુરંત રેસકોર્સ દોડી ગયો હતો. બગીચામાં જ્યાં બેઠા હતા તે બાંકડા આસપાસ તપાસ કરવા છતાં રોકડ ભરેલા પર્સની ભાળ નહિ મળતા અંતે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હ્યુમન સોર્સિસથી ચોરાયેલા પર્સની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon