વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિન નિમિતે નસવાડી રેવા જીનીગ ખાતે દિવ્યાંગોને સાધન સહાય કીટ કેમ્પ ક્લેક્ટર અનીલ ધામલિયા ના હસ્તે યોજાયો
નસવાડી રેવા જીનીગ ખાતે દિવ્યાંગોને સાધન સહાય કીટ કેમ્પ ક્લેક્ટર અનીલ ધામલિયા ના હસ્તે યોજાયો
નસવાડી રેવા જીનિંગ ફેકટરી ખાતે ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના હસ્તક દિવ્યાંગજન શક્તિ કરણ વિભાગની, ADIP ની સ્કીમ હેઠળ કવાંટ તાલુકા તેમજ નસવાડી તાલુકાનો છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય કૃત્રીમ અંગ નિર્માણ નિર્માણ વિભાગ ( ALIMCO ) ARTIFCIAL LUMBS MANUFACTURING CORPORTION OF INDIA ) ના ઉપક્રમે દિવ્યાંગોને સાધન સહાય માટે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા કવાંટ તાલુકાનાં ૧૧૧ લાભાર્થી ને ૨૧૬ સાધન અને નસવાડી તાલુકાનાં ૬૦ લાભાર્થીઓ ને જરૂરિયાત પ્રમાણે ૧૩૧ સાધન કીટ દિવ્યાગો ને વિવિધ પ્રકારની સહાય કીટ જેવી કે મોટરાઇઝર ટ્રાયસીકલ, કે્લીપર, વીલ ચેર, બગલ ઘોડી, એમ.આર.કીટ, કાનના મશીન, જેવા સાધનો કુલ ૨૩,૭૭,૩૫૪ ના વિવિધ સાધનો આપવામા આવ્યા જેમાં નસવાડી ખાતે દિવ્યાંગો ને પોતાના પરીવાર જનો લઈને પહોંયા હતા ત્યારે કાર્યક્રમમાં જીલ્લા કલેકટર અનીલ ધામલિયા માજી સાંસદ ગીતાબહેન રાઠવા સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ સમાજ સુરક્ષા અધિકારી છોટાઉદેપુર આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે માજી સાંસદ ગીતાબહેન રાઠવા એ જણાવ્યુ હતુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિતે ભારત દેશના ૭ તાલુકામા દિવ્યાંગોને સાધન સહાય કીટ આપવાના આયોજન રૂપે નસવાડી તેમજ કવાંટ તાલુકાનો સમાવેશ થવાથી ઘણી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે દિવ્યંગોને ક્લેક્ટરશ્રી અનીલ ધામલિયા તેમજ માજી સાંસદ ગીતાબહેન દ્વારા વિકલાંગ સાધન કીટ વિતરણ કરવામાં આવતાં દિવ્યંગોના મુખ ઉપર સ્મિત રેલાયું હતુ અને લાભાર્થીઓ એ સરકાર નો અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.