અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર ઓટો રીક્ષાની ઓળખાણ કરતી સી.સી.ટી.વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન - At This Time

અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર ઓટો રીક્ષાની ઓળખાણ કરતી સી.સી.ટી.વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન


અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર ઓટો રીક્ષાની ઓળખાણ કરતી સી.સી.ટી.વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં વાહન અકસ્માત કરી નાશી જનાર વાહન/વાહન ચાલકની ઓળખાણ કરી, શોઘી કાઢવા માટેની આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર, વી.બી.દેસાઈ બોટાદ પો.સ્ટે.નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમની મદદથી તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ કલાક ૧૫/૩૦ થી ૧૬/૦૦ ના અરસામા ખસ ચાર રસ્તાથી થોડે આગળ મિલેટ્રી રોડ પર ફરીયાદી તથા તેઓના બા મો.સા. રજી.નં. GJ-33-A-6040 લઈને જીવનધારા હોસ્પિટલ ખાતે કસરત કરાવવા લઈ જતા તે દરમ્યાન અજાણ્યો ઓટો રીક્ષા ચાલક પોતાની રીક્ષા પુરઝડપે તથા બીજાની જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી મો.સા. સાથે પાછળથી ભટકાડી ફરીયાદીના બા ને ગંભીર ઇજાઓ પહોચાડી નાશી ગયેલ ઓટો રીક્ષા રજી.નં. GJ-33-U-1492 બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરા ની મદદથી ઓળખાણ કરી, ફરીયાદીએ બોટાદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૨૨૩૦૩૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા M.V. Act કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો અકસ્માત કરનાર વાહન ચાલક વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ છે. આમ, અકસ્માત કરનાર વાહન ચાલક પોતાનું વાહન લઇને નાશી ગયેલ હોય અને ફરીયાદીના બા નું બોટાદ સબીહા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તથા આગળની સારવાર માટે ભાવનગર રીફર કરેલ જેઓનું સારવાર દરમ્યાન મરણ થયેલ હોય જે ગુનો વણશોઘાયેલ રહી જાય તેમ હોય જેથી સદરહું ગુનામાં અકસ્માત કરનાર વાહનની વિગતો સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ બોટાદ મારફતે મળતા સદરહું અકસ્માત કરનાર વાહનચાલકની વિરૂધ્ધમાં ગુન્હો નોંધી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી:- ઓટો રીક્ષા રજી.નં. GJ-33-U-1492 ના ચાલક

કામગીરીમાં જોડાયેલ અધિકારી તથા કર્મચારીઓ:-
(૧) પો.સબ.ઇન્સ. એમ.બી.બારૈયા બોટાદ પો.સ્ટે.
(૨) પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી નેત્રમ ઇન્ચાર્જ
(૩) અના.હે.કો. જયેશભાઈ ગણપતભાઈ મંડીર
(૪) અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ
(૫) અના.પો.કો. ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા
(૬) આ.પો.કો. શીતલબેન કરશનભાઈ ડાભી,(૭) આ.લો. સંદીપકુમાર ગીરીશભાઈ રાઠોડ

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.