ઇડર પો.સ્ટે વિસ્તારમાં મારૂતી સ્વિફટ તથા ટાટા નેક્ષોન ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ- ૬૮૭ કિ.રૂ. ૨,૦૦,૨૮૯/-તથા બે ગાડીઓ કિ.રૂ.૧૧,૦૦,૦૦૦/-તથા ફોન-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૪,૧૦,૨૮૯/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી. સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ - At This Time

ઇડર પો.સ્ટે વિસ્તારમાં મારૂતી સ્વિફટ તથા ટાટા નેક્ષોન ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ- ૬૮૭ કિ.રૂ. ૨,૦૦,૨૮૯/-તથા બે ગાડીઓ કિ.રૂ.૧૧,૦૦,૦૦૦/-તથા ફોન-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૪,૧૦,૨૮૯/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી. સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ


નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઈન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા ASI દેવુસિંહ, નરસિંહભાઈ, Tech.ASI બ્રિજેશભાઈ. હિમાંશુરાજ, HC વિનોદભાઈ, કલ્પેશકુમાર, PC પ્રહર્ષકુમાર, હિમાંશુ, નિરીલકુમાર, દર્શનકુમાર, ડ્ર1.PC જતીનકુમાર, ઇન્દ્રજીતસિંહ, વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમના માણસો ઇડર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન પો.કો. હિમાંશુ તથા નિરીલકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે " એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ VDI ગાડી નંબર- GJ01RL4995 માં રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભિલોડા થઈ કુકડીયા ગામેથી સાંપાવાડા તરફ જતા રોડે થઇ જનાર છે જે ગાડીની આગળ એક સફેદ કલરની ટાટા કંપનીની નેક્ષોન ગાડી નંબર GJ09BK9328 થી બે ઇસમો તે ગાડીનું પાઈલોટીંગ કરે છે. ' જે બાતમી હકીકત આધારે કુકડીયા ગામથી સાંપાવાડા રોડ ઉપર નાકાબંધી કરેલ તે દરમ્યાન કુકડીયા ગામ તરફથી બાતમી મુજબની પાયલોટીંગ કરતી નેક્ષોન ગાડી તથા તેની પાછળ સ્વીફ્ટ VDI ગાડી આવતા બન્ને ગાડીઓને રોડ બ્લોક કરી રોકતા ગાડીઓના ચાલકો પોતાના કબ્જાની ગાડીઓ રોડની સાઇડ કરી સ્વીફ્ટ VD ગાડી માંથી ઉતરી ગાડીનો ચાલક તથા નેક્ષોન ગાડીનો ચાલક તથા બીજો એક ઇસમ ભાગવા લાગતા તેઓનો પીછો કરી પકડવા જતા સ્વીફ્ટ VDI ગાડી નંબર- GJ01RL4995 નો ચાલક રોડની સાઇડમાં થઇ ખેતરોમાં ભાગી ગયેલ તથા નેક્ષોન ગાડી નંબર GJ09BK9328 ગાડીનો ચાલક તથા તેની સાથેનો બીજો ઇસમ પકડી પાડેલ અને સ્વિફ્ટ ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ હોઈ, બોટલ ટીન/નંગ-૬૮૭ કિ.રૂ. ૨,૦૦:૨૮૯/-તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા પાઇલોટીંગની નેક્ષોન ગાડી કિ.રૂ ૭,૦૦,૦૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૪,૧૦,૨૮૯/-નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિ એકટ ક.કપ(એ) (ઈ) વિગેરે મુજબનો પ્રોહી કેસ કરવામાં આવેલ છે.

✒️
રિપોર્ટર. હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.