ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું* - At This Time

ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું*


*ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું*

*જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ* નાઓના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જીલ્લા પોલીસમાં શરીર તેમજ મનની તંદુરસ્તી જળવાઈ રહે તથા રમત ગમત દ્વારા ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય એ હેતુસર સ્પોર્ટ્સ મિટનું (રમતોત્સવ) આયોજન કરવામાં આવેલ.
કોડીનાર અંબુજા સ્કૂલના મેદાનમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા તા.05/02/2023 ને રવિવારના રોજ સ્પોર્ટ્સ ઑથોરીટી ઓફ ગુજરાત, સોમનાથ એકેડમી, અંબુજા સ્કૂલ વિગેરે સંસ્થાઓના સહયોગથી ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિકારી તથા કર્મચારીગણ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ રમતોત્સવને સફળ બનાવવા શ્રી વી.આર.ખેંગાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, વેરાવળ, શ્રી એમ.યુ.મસી, ઈ.ચા. ના.પો.અધિ.શ્રી મુખ્ય મથક, શ્રી એ.એસ.ચાવડા, પો.ઈન્સ., એલ.સી.બી, શ્રી એ.બી. જાડેજા, ઈ.ચા. પો.ઈન્સ., એસ.ઓ.જી., શ્રી એ.એમ. મકવાણા, પો.ઈન્સ., કોડીનાર પો.સ્ટે. પ્રો.પી.આઈ. શ્રી પ્રજાપતિ તથા શ્રી ઝનકાંત, આર.એસ.આઈ.શ્રી, હેડ ક્વાર્ટર નાઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
રમતોત્સવમાં જિલ્લા પોલીસના *આશરે 350 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.* માર્ચ પાસ્ટ અને જ્યોત સાથે રમતોત્સવનો વિધિવત પ્રારંભ કરેલ. જેમાં *પુરૂષ તથા મહિલા વિભાગમાં 100 મી., 200 મી., 400 મી., 100×4 રીલે દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ, બેડમિન્ટન, ચેસ, વૉલીબોલ, કબડ્ડી તથા રસ્સાખેંચ* જેવી ઈનડોર તથા આઉટડોર *4 ટીમ ઈવેન્ટ અને 11 ઈન્ડીવિડ્યુઅલ એમ કુલ 15 વિવિધ રમતોનો* સમાવેશ કરવામાં આવેલ હતો.
*વિજેતાઓને પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે મેડલ તથા ટ્રોફીનું વિતરણ કરવામાં આવેલ હતું.*
રમતોત્સવના અંતે ક્લોઝીંગ સેરીમની દ્વારા પુર્ણાહુતિ કરવામાં આવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon