ચોરીના મોબાઈલ ફોન સાથે ઇસમને ઝડપી કાગડાપીઠ પો.સ્ટે ના મોબાઈલ ફોન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cjcioidh9cqxox30/" left="-10"]

ચોરીના મોબાઈલ ફોન સાથે ઇસમને ઝડપી કાગડાપીઠ પો.સ્ટે ના મોબાઈલ ફોન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ.


અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેરમાં વાહન ચોરી તથા મોબાઇલ ચોરી, ચીલઝડપના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપેલ,

જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.દેસાઇનાઓના માર્ગદર્શન હેઠળ ટીમના પો.સ.ઇ શ્રી આઇ.એસ.રબારી નાઓએ ટીમના માણસો સાથે બનાવવાળી જગ્યાએ કરી ખાનગી બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવવા સારૂ પ્રયાસો હાથ ધરેલ,

પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારી નાઓ વર્કઆઉટ માં હતાં. દરમિયાન મળેલ બાતમી
હકીકત આધારે તા.૨૫/૦૭/૨૦૨૨ ના રોજ જમાલપુર, મુંડા દરવાજા પાસેથી આરોપી મોહંમદ મોસીનખાન ઉર્ફે રાજા S/O દિલાવરખાન અક્રમખાન પઠાણ, ઉ.વ.૨૪, રહે. મ.નં.૧૩૨૫,ચંપામીલની ચાલી, સરદાર એપાર્ટમેન્ટની બાજુમાં, મુંડા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ શહેરને ઝડપી લઇ સદર આરોપી પાસેથી મળી આવેલ સેમસંગ કંપનીનો મો.ફોન કિ.રૂ.૭,૦૦૦/-નો કબ્જે
કરવામાં આવેલ છે,

પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં પોતે અગાઉ વાહનચોરી, ચીલઝડપ, મોબાઇલ
ચોરીના કેસોમાં પકડાયેલ છે ચારેક દિવસ પહેલાં જમાલપુર ચાર રસ્તા પાસે, બુખારી બાવાની દરગાહ પાસેથી પસાર થતાં એકટીવા ચાલક પાસે જઇને ગાડી ચલાવ તેમ કહી ઝઘડો કરી, એકટીવા ચાલકના ખિસ્સામાંથી મો.ફોન ચોરી કરી લીધેલ હોવાની હકીકત જણાવેલ,

જેથી સદરી બાબતે ખાત્રી તપાસ કરી કરાવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનુ જણાઇ આવેલ છે,

શોધાયેલ ગુનાની વિગત :-

કાગડાપીઠ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૫૨૨૦ ૭૯૭/૨૦૨૨ IPC કલમ ૩૭૯ (એ)(૩)મુજબ

આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-

(૧) સને-૨૦૦૮ માં ગા.હવેલી પો.સ્ટે, કાગડાપીઠ પો.સ્ટે.માં ચોરીના ગુનામાં પકડાયેલ

(૨) સને ૨૦૧૪ માં દાણીલીમડા પો.સ્ટે, કાલુપુર પો.સ્ટે. માં ચોરીના ગુનામાં પકડાયેલ

(૩) સને ૨૦૧૮ માં શાહપુર પો.સ્ટે. માં ચોરીના ગુનામાં પકડાયેલ

(૪) સને ૨૦૧૯ માં એલિસબ્રિજ પો.સ્ટે, ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ તેમજ વડોદરા, ભુજ જેલોમાં ૨ વાર પાસા આટકાયત થયેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]