ચોટીલા થાનગઢ વચ્ચે દિપડાનું બચ્ચુ માતાથી વિખુટૂ પડતા ત્રણ યુવાનોએ વટ પાડવા વિડીયો બનાવ્યો. - At This Time

ચોટીલા થાનગઢ વચ્ચે દિપડાનું બચ્ચુ માતાથી વિખુટૂ પડતા ત્રણ યુવાનોએ વટ પાડવા વિડીયો બનાવ્યો.


તા.09/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા થાનગઢ વચ્ચે એક દિપડાનું બચ્ચુ રસ્તો ઓળંગતા માતાથી વિખુટૂ પડતા 3 યુવાનોએ રસ્તા પર થી ઉઠાવી વટ પાડતા ફોટા વિડીયો ઉતારી હેરાન પરેશાન કરેલ હોવાની ઘટના તંત્ર સમક્ષ આવતા વન વિભાગમાં દોડધામ મચેલ હતી અને દેવસર ગામનાં યુવાનો સામે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાનાં દેવસર ગામનાં ત્રણ યુવાનો શનિવારનાં સવારે થાનગઢ કારખાને કામ માટે બાઇક ઉપર જતા હતા તે સમયે રસ્તામાં એક દિપડાનું નાનુ બચ્ચુ રોડ ઉપર મળી આવતા યુવાનોએ બચ્ચા સાથે પોતાના વિડીયો ફોટા વટ પાડતા પાડેલ હતા અને બચ્ચાને સાથે થાનગઢ લઇ ગયા હતા જ્યાં આગળ બચ્ચાએ રોકકળ મચાવતા યુવાનોને કોઇએ જણાવતા પરત જ્યાંથી મળેલ તે સ્થળે બચ્ચાને મુકવા આવેલ હતા ત્યાં લોકો એકઠા થતા સ્થાનિક વન વિભાગ સાથે સંકળાયેલ વ્યક્તિને જાણ થતા તેને વિભાગનાં અધિકારીને જાણ કરતા દોડી આવેલ હતા અને દિપડાના બચ્ચાનો કબ્જો લીધો હતો તા 4 ના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં બચ્ચુ રોડ ઉપરથી યુવાનોએ ઉઠાવેલ હતું વન વિભાગને 10 વાગ્યાના અરસામાં જાણ થઇ ત્યાં સુધીમાં યુવાનોએ ફેસબુક અને ઇસ્ટાગ્રામ ઉપર બચ્ચા સાથેનો વિડીયો ક્લીપ પોસ્ટ કરી ભાયડા જીવે છે વટમાં તેવો દેખાવ કર્યો હતો માંડવ અને ચોટીલા જંગલ વિસ્તારમાં દિપડાની વસ્તી છે 22 થઈ 25 દિવસનાં બચ્ચાઓ સાથે તેની માતા પસાર થતા એક બચ્ચુ પાછળ રહી જતા વિખુટૂ પડેલ જે આ ત્રણ યુવાનોની ઝપટમાં ચડી જતા તેઓની હેરાન ગતિનો ભોગ બનેલ વન વિભાગે સારલા રોહિત ધમાભાઇ સહિત બે બાળ ગુનેગારો સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.