ભોલાવના બુટલેગરના મકાનની દીવાલ પાસેથી ૪૮ હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલસીબી - At This Time

ભોલાવના બુટલેગરના મકાનની દીવાલ પાસેથી ૪૮ હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલસીબી


ભરૂચ એલસીબીની ટીમે ભોલાવ ગામમાં બ્રીજ નીચે આવેલા ઝૂંપડપટ્ટીના એક મકાનમાં દરોડા પાડી વિદેશી દારૂની ૪૦૬ બોટલો ઝડપી ૪૮,૭૬૦ ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ એલસીબીની ટીમે દારૂ અને જુગારના પ્રવૃત્તિઓ ડામી દેવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથધરી હતી.આ દરમ્યાન એક ટીમને માહિતી મળી હતી કે સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ ભોલાવ બ્રીજ નીચે ઝુપડપટ્ટીમાં રહેતો જતીન સુરેશભાઈ પટેલ નામના ઇસમે તેના ઘરની દિવાલ પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિક નીચે સંતાડી રાખ્યો છે.ટીમે માહિતી મળતા જ ભોલાવમાં બ્રિજ નીચે રેડ કરી હતી.રેડ દરમ્યાન એલસીબી ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની- મોટી બોટલો નંગ ૪૦૬ કિંમત રૂપિયા ૪૮,૭૬૦ ના મુદ્દામાલ સાથે બુટલેગર જતીન સુરેશભાઈ પટેલને ઝડપી પાડયો હતો.જ્યારે આ દારૂનો જથ્થો આપી જનાર અરવિંદ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.