સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછા વૃક્ષો હોવાથી અહીં વૃક્ષોના વાવેતર માટે પ્રયાસો કરાય છે. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછા વૃક્ષો હોવાથી અહીં વૃક્ષોના વાવેતર માટે પ્રયાસો કરાય છે.


તા.07/11/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

થાનગઢની નવાગામની શાળમાં 636 વિદ્યાર્થીની સંખ્યા સામે 895 વૃક્ષો મેદાનમાં લહેરાઇ રહ્યા છે આ શાળાની 1952માં સ્થાપના સરકારી સ્કૂલની જે આજે આધુનિક અને ભારતીય સંસ્કૃતિ સાથે લઇ ચાલી રહી છે. અહીં ગામના લોકો, સિરામિક એકમોના ફંડથી 12 કમ્પ્યૂટરના ગામના વિઘાથીના અભ્યાસ માટે ભેટ આપાતા આધુનિક પ્રોજેક્ટરથી અભ્યાસ થાય છે.કુલ 1થી 8 ઘોરણના 636 વિઘાર્થી અભ્યાસ કરે છે, હાલ 18 શિક્ષક છે. શિક્ષકો અને વિઘાર્થી સમન્વય થકી શાળામાં અનોખી શિક્ષણ પધ્ધતિ અપનાવાઇ હતી જેમાં બાળકોને શિક્ષણ સાથે પ્રકૃતિ પ્રેમના પાઠ ભણાવવાનું શરૂ કરાયું હતું જેમાં બાળકો અને શિક્ષકોએ વૃક્ષોનું વાવેતર કરતા હાલ શાળામાં 636 વિદ્યાર્થીની સંખ્યા સામે 895 વૃક્ષની સંખ્યા છે.આથી ગરમીના દિવસોમાં પણ શાળાની અંદર ઠંડકભર્યું વાતાવરણ મળે છે.સ્કૂલના શિક્ષક સૈજાદભાઈ રૈયાણી, તેજસભાઈ ભરાડે જણાવ્યુ કે અમે વિદ્યાર્થીઓને મોડેલ અભ્યાસ અને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા અભિયાન આના માટે સતત પ્રયત્નો કરવાથી આ સફળતા મળી છે. આગળ પણ ભણી ગયેલા વિદ્યાર્થીઓ સ્કૂલની મુલાકાતે આવે છે અને કાર્ય જોઈને મદદ કરવાની તૈયારી દર્શાવે છે.વનસ્પતિની જાણકારી રાખતા પ્રવીણભાઈ જોશી જેઓએ નાવા ગામ પાસે શિવ મંદિરમાં પોતે વન ઊભું કરીને રહે છે તેમને આ નવાગામમાં સ્કૂલમાં સતત વૃક્ષો માટે માર્ગદર્શન આપે છે. આ કામ જોઈને આગાખાન ટ્રસ્ટ સ્કૂલની મુલાકાત લઈને પ્રભાવિત થયા જેથી તેમને વિદ્યાર્થી ઓ માટે શૌચાલય બનાવી આપ્યુ જ્યારે સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ વાળા આ વસ્તુ જોઈને સ્કૂલને કોઈપણ જાતનું જરૂરિયાત પડે તો પૂરી પાડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon