ગોધરા ખાતે રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા બેસણામાં ચેક અર્પણ કરવામાં આવ્યો. - At This Time

ગોધરા ખાતે રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા બેસણામાં ચેક અર્પણ કરવામાં આવ્યો.


પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ ખાતે સ્વ રાવળ દિપકભાઈ પ્રતાપભાઈના બેસણામાં રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટ મોરવા હડફ દ્વારા તેમના બારમાની વીધી માટે તેમના પરિવારને રૂપિયા ૫૦૦૦/- હજારનો ચેક આપવામાં આવ્યો હતો. રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રમુખ રાવળ નર્વતભાઈ, ઉપપ્રમુખ રાવળ બળવંતભાઈ, મંત્રી રાવળ ધર્મપાલભાઈ(ધમાભાઈ), કારોબારી સભ્ય રાવળ અશ્વિનભાઈ, નરેશભાઈ, મહેશભાઈ, તેમજ તમામ લોકો એ હાજરી આપી હતી અને આવનારા સમયમાં રાવળ સમાજ પરિવાર ટ્રસ્ટમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર જિલ્લાઓના પછાત વિસ્તારના વધારે સભ્યોનું રજિસ્ટ્રેશન થાઈ અને સમાજને આગળ લાવવા માટે તમામ સભ્યોનો સાથ સહકાર મળે તેમ પણ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image