4 લાખ સામે 7.51 લાખ ચૂકવ્યા, ગીરવે કાર વેચી દીધી છતાં ધમકી - At This Time

4 લાખ સામે 7.51 લાખ ચૂકવ્યા, ગીરવે કાર વેચી દીધી છતાં ધમકી


નવલનગરના ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ

નવલનગરમાં રહેતા વિશાલ જયેન્દ્ર ચૌહાણ, હિમાંશુ જયેન્દ્ર ચૌહાણ અને કિશન જગદીશ સંખલપરા નામના વ્યાજખોરો સામે અમરેલીના મોટા લીલિયા ગામે રહેતા વિશાલ કાળુભાઇ ધામત નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલીમાં સહકારી બેંકમાં પ્યૂન તરીકે નોકરી કરતા યુવાનની ફરિયાદ મુજબ, 2013થી 2020 સુધી તે રાજકોટમાં ભાગીદારીમાં મોબાઇલ ટાવર રિપેરિંગનું કામ કરતો હતો. દરમિયાન ઉપરોક્ત વ્યાજખોરો પાસે કાર ગીરવે મૂકી 3 ટકાના વ્યાજે રૂ.4 લાખ લીધા હતા.

આ બાબતે વિશાલે લખાણ પણ કરાવ્યું હતું. વ્યાજે નાણાં લીધા બાદ બે વર્ષ સુધી વિશાલને દર મહિને રૂ.12 હજાર મળી રૂ.2.88 લાખ અને ઓનલાઇન 3.44 લાખ તેમજ ભાઇએ 1.19 લાખ મળી કુલ રૂ.7.51 લાખ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં વિશાલ સહિત ત્રણેય શખ્સ વધુ નાણાં પડાવવા પોતાને ધમકીઓ દેતા રહેતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.