જસદણ તાલુકાના કાળાસર ગામે શ્રી કાળાસર કુમાર પ્રા.શાળાના બાળકો અને સ્ટાફ દ્વારા હોળીના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી
(ભરત બડાણીયા દ્વારા કાળાસર)
હાલ સમયમાં હોળીના તહેવારની ઉજવણી કરવા માટે આખા ગામમાંથી માંડ માંડ એક મીની ટ્રેક્ટર જેટલા લાકડા,છાણા અને હારડા ન થતા હોય ત્યારે વી.ડી.સાકરિયા ના માર્ગદર્શન હેઠળ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના મોટા ભાગના બાળકોએ આ તહેવારને ઉજાગર કરવા અને ગ્રામજનોને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ખૂબ જ મહેનત કરી આ તહેવારની સારી રીતે ઉજવણી કરવા છાણમાંથી છાણા અને હારડા બનાવ્યા હતા...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
