ડોર ટુ ડોર કૌભાંડના ‘ જનક ’ પાસેથી જવાબદારી છીનવાઈ. - At This Time

ડોર ટુ ડોર કૌભાંડના ‘ જનક ’ પાસેથી જવાબદારી છીનવાઈ.


વડોદરા શહેરમાં ચાર ઝોનમાં ચાલતા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના કોન્ટ્રાકટમાં ગેરરીતિની ફરિયાદના 38 દિવસ બાદ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલના GIS સ્પેશિયાલિસ્ટ અધિકારીની પાસેથી ડોર ટુ ડોરના નિરીક્ષણની જવાબદારી પરત લઈ લેવાઈ છે . ગત 18 મી જુલાઈએ ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનોએ હજારોની સંખ્યામાં કચરો એકત્ર કરવાના પોઇન્ટ મિસ કર્યા હોવા છતાં તેમણે પેનલ્ટી ફટકારવામાં ન આવી હોવાની ગેરરીતિ ઝડપી હતી . 2 કલાક પહેલા કૌભાંડનો પર્દાફાશ : ડોર ટુ ડોર કૌભાંડના ‘ જનક ’ પાસેથી જવાબદારી વડોદરા શહેરમાં ચાર ઝોનમાં ચાલતા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાના કોન્ટ્રાકટમાં ગેરરીતિની ફરિયાદના 38 દિવસ બાદ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલના GIS સ્પેશિયાલિસ્ટ અધિકારીની પાસેથી ડોર ટુ ડોરના નિરીક્ષણની જવાબદારી પરત લઈ લેવાઈ છે . ગત 18 મી જુલાઈએ ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનોએ હજારોની સંખ્યામાં કચરો એકત્ર કરવાના પોઇન્ટ મિસ કર્યા હોવા છતાં તેમણે પેનલ્ટી ફટકારવામાં ન આવી હોવાની ગેરરીતિ ઝડપી હતી . જેમાં અગાઉના 14 મહિનાના પણ ડેટા ગુમ કરી નાખવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો . જેમાં કોન્ટ્રાક્ટરને નોટિસ આપવા સિવાય કોઈ નક્કર પગલાં નહિ ભરાતા શાસક પક્ષ અને વહીવટી તંત્ર પર શંકાના વાદળો ઘેરાયા હતા . શનિવારે પાલિકામાં મળેલી સામાન્ય સભામાં પણ ભાજપના કાઉન્સીલર આશિષ જોષીએ પાલિકાની આ મુદ્દો ઉપાડી સભામાં પોતાની હૈયાવરાળ ઠાલવી હતી . જોકે આ ફરિયાદ કર્યાના 38 દિવસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે . વાઘોડીયા જેમાં સીસીસી પર બેસતા સ્માર્ટ સિટીના કર્મચારી જનક જોશી પાસેથી ડોર ટુ ડોરના નિરીક્ષણની જવાબદારી લઈ લેવાઈ છે . હવે ડો . અશ્વિની અને સોલિડ વિભાગના એક કર્મચારીને ડોર ટુ ડોરના ડેલી રિપોર્ટ , પીઓઆઈ સહિતનું નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.