નેત્રંગના મોરિયાણા ગામે ૫૯ વર્ષ જૂની શાળાનો સ્લેબ તૂટી પડ્યો, ૮ છાત્રાઓ ઇજાગ્રસ્ત. - At This Time

નેત્રંગના મોરિયાણા ગામે ૫૯ વર્ષ જૂની શાળાનો સ્લેબ તૂટી પડ્યો, ૮ છાત્રાઓ ઇજાગ્રસ્ત.


નેત્રંગના મોરિયાણા ગામે ૫૯ વર્ષ જૂની શાળાનો સ્લેબ તૂટી પડ્યો, ૮ છાત્રાઓ ઇજાગ્રસ્ત.

ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં ૫૯ વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં ચાલુ વર્ગખંડમાં શુક્રવારે બપોરે સ્લેબનો પોપડો તૂટી પડતા ધોરણ ૧૦ ની ૮ થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ હોવાની ઘટનાએ શિક્ષણ જગતને પણ હચમચાવી છે.

મોરિયાણા ગામે શ્રી મોરિયાણા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી નવરંગ વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ 1964 માં સ્થપના કરાઈ હતી. શાળા 59 વર્ષમાં સમારકામ અને સારસંભાળના અભાવે જર્જરિત અને જોખમી બની ગઈ હતી.

આજે શુક્રવારે બપોરે ૧૨:૩૦ કલાકે જ ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે જ એકાએક જજરીત છટમાંથી સ્લેબનો મોટો પોપડો તૂટીને નીચે પડતા છાત્રાઓની બુમરાણ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી.

છત પરથી મોટો પોપડો તૂટી પડતા ૮ થી વધુ વિદ્યાર્થીઓને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાને લઈ અન્ય વિધાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. શાળા સંચાલકો પણ ગભરાટ વચ્ચે રઘવાયા બની દોડતા થઈ ગયા હતા.

લોહી નીકળતી હાલતમાં ઇજાગ્રસ્ત થયેલી આદિવાસી વિદ્યાર્થીઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાય હતી. જ્યાં વધુ ઇજાગ્રસ્ત છાત્રાઓને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

ઝઘડિયા વિધાનસભાનાં ધારાસભ્ય રિતેશભાઇ વસાવાને જાણ થતાં ઘટનસ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત છાત્રાઓનાં ખબઅંતર પૂછ્યા સાથે જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન અલ્પેશભાઈ વસાવા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલ, નેત્રંગ તાલુકા પ્રમુખ સ્નેહલ પટેલ, સંકેત પંચાલ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon