ભાભર કોર્ટ દ્વારા પોલીસ કર્મીને છ માસની કેદ ફટકારાઇ.
બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ વર્ષ ૨૦૧૬ ની સાલમાં એક ચેક પોસ્ટ પરની ફરજ દરમ્યાન બે વ્યક્તિઓ ને માર મારવા બદલ ગુનો દાખલ થયેલ જેનો કેસ ભાભર કોર્ટમાં ચાલી જતાં જજશ્રી દ્વારા પોલીસ કર્મીને સજાનો હુકમ ફરમાવાયો છે..
મળતી વિગતોનુસાર ડીસા તાલુકાના શેરપુરા ગામના રહીશ અને પોલીસમાં ફરજ બજાવતા સુરેશભાઈ મફતપુરી ગૌસ્વામી એ ભાભર ખાતે ની તેમની ફરજ દરમ્યાન તા.૧૯/૨/૨૦૧૬ ના રોજ ગોસણ- રાધનપુર રોડ પર આવેલ ચેક પોસ્ટ પર ડ્રાઇવર અને કંડકટર ને માર મારતાં આ અંગે જે તે સમયે ગુનો નોધાવેલો જેનો કેસ ભાભર કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરીફે વકીલ યુ.જે.રાઉમા અને આરોપી તરફે આર.વી.ચૌધરીએ દલીલો કરી હતી જજશ્રી દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ છેવટે આરોપી એવા સુરેશકુમાર મફતપુરી ગૌસ્વામી ને ગુનેગાર ઠેરવી છ માસની સાદી કેદ તેમજ રૂ.૫૦૦૦ નો દંડ ભરવાનો હુકમ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે..
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.