ગારીયાધાર નગરપાલિકામાં લાખો રૂપિયા ખર્ચે ખરીદેલા વાહનો ધૂળ ખાઇ રહયા છે આવા વાહનો વધુ ખરાબ થાય તે પહેલા રીપેરીંગ કરીને શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ - At This Time

ગારીયાધાર નગરપાલિકામાં લાખો રૂપિયા ખર્ચે ખરીદેલા વાહનો ધૂળ ખાઇ રહયા છે આવા વાહનો વધુ ખરાબ થાય તે પહેલા રીપેરીંગ કરીને શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ


ગારીયાધાર નગરપાલિકામાં લાખો રૂપિયા ખર્ચે ખરીદેલા વાહનો ધૂળ ખાઇ રહયા છે આવા વાહનો વધુ ખરાબ થાય તે પહેલા રીપેરીંગ કરીને શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ

આમ જોઇએ તો ગારીયાધાર નગરપાલિકા કંઇકને કંઇક સતત ઘેરાયેલી રહે છે વિપક્ષો દ્ધારા અનેક વખત ગેરરિતી બાબતે આક્ષેપો તેમજ લેખીત અરજીઓ કરવામાં આવેલ હતી પરંતુ ગારીયાધાર નગરપાલીકાનો વહીવટ કરતા અધિકારી પદાધિકારીઓ માથે કોના ચારેય હાથ રહેતાં હશે કે સબ ચલતા હૈ

ત્યારે હાલ ગારીયાધાર નગરપાલિકાની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડમાં ચારેબાજુ નવા તેમજ જુના વાહનો જ દેખાઇ રહ્યા છે ઘણા વાહનો રિપેરિંગનાં અભાવે ધુળ ખાય રહ્યાનુ સામે આવેલ છે હાલમાં નગરપાલિકાનાં મેદાનમાં આ વાહનો બંધ હાલતમાં હોવાથી ભંગાર થઇ રહ્યાં છે

અગાવ પણ અનેક વખત આ વાહનોની રજુઆત કરવામાં આવતી હતી ત્યારે ચિફ ઓફિસરની જગ્યા ખાલી હોય તેવા જવાબ આપી જવાબદારીમાથી છટકી જતા પરંતુ હાલ ઘણા સમયથી ચિફ ઓફિસરની નિમણૂંક થયેલ હોય છતા પરીસ્થિતિ જેવી હતી તેવી જ હોય તેવું વીડીયોમાં દેખાઇ રહ્યું છે

ત્યારે હાલ ચોમાસામાં પ્રિ-મોન્સુનની કામગીરી હોય તંત્ર આળસ ખંખેરી આવાં નગરપાલિકામાં બંધ પડેલા વાહનો વહેલીતકે રિપેરિંગ કરી તેમજ નવા જેવા દેખાતા વાહનોનું મેનેજમેન્ટ કરી ચાલુ કરવામાં આવે તેવી નગરજનોની માંગણી છે

ચોમાસાના વરસાદ પહેલાં તંત્ર દ્ધારા આવા ધુળ ખાતાં વાહનોનો યોગ્ય નિર્ણય નહીં લે તો લાખો રૂપિયાના વાહનો ભંગાર થઇ જશે જેથી આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તે ખુબ જ જરૂરી

રીપોટર- અશોક ચૌહાણ સાથે વિશાલ બારોટ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.