ભાભર તાલુકાના મીઠા ગામે ઠગ ટોળકીએ ખેડૂત પરીવારને અંધશ્રધ્ધા નામે લાખો રૂપિયા પડાવતા ચકચાર.
રીક્ષાચાલાક સહિત ચાર ઠગ ઈસમોને પકડી પોલીસ હવાલે કર્યો..
સરહદી વિસ્તારોમાં અંધશ્રદ્ધાના અવારનવાર કીસ્સાઓ બનતા હોય છે ત્યારે આજે ફરી એક વખત ભાભર સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધા નુ ભુત ધુણયુ હોવાનું સામે આવ્યું છે. ભાભર તાલુકાના મીઠા ગામે લેરાજી ધારશીજી ઠાકોર નામના ખેડુત પરિવાર ના ઘેર ઘણા સમયથી તમારા ઘરમાં એક ચુડવેલ છે તેમ કહીને અમુક ઠગો ઈસમો દ્વારા અવારનવાર અંધશ્રદ્ધા ના નામે ભોળવીને ત્રણથી ચાર વખત રુપિયા લઇને ખેડુત પરિવાર સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગતરાત્રિના સુમારે આ ઠગ ટોળકી છે તેવી આ ખેડુત પરિવારને ખબર પડી જતાં રાત્રિના સુમારે રિક્ષામાં આવેલા અરવિંદ કેશાભાઈ રાવળ રહે દિયોદર ગુલાબ રહીમભાઈ સિંધી રહે દિયોદર વરસંગજી સેધાજી ઠાકોર રહે દિયોદર વિહાભાઈ ખુમાભાઈ પરમાર રહે રૈયા દિયોદર ઠગો રિક્ષા લઇને ભાગવા જતાં આજુબાજુના લોકોએ પકડી લીધા હતા અને ભાભર પોલીસને જાણ કરતાં ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઠગ ટોળકીને રિક્ષાચાલક સહીત ચાર ઈસમોને ભાભર પોલીસ સ્ટેશનમાં લાવીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ બાબતે ભોગ બનનાર પરિવાર ની મહિલાએ જણાવ્યું હતું કે તમારા ઘરમાં દેવ દુઃખ છે કહી પ્રથમ દિવસે દશ હજાર અને બીજા દિવસે ચુડવેલ નામનું ભૂત છે તેને કાઢવા માટે વધુ ચાલીસ હજાર અને પછી ચુડવેલ ને ઘેટાં બકરાં ખવરાવવા પડશે તેવું કહી વારંવાર પૈસા પડાવ્યા હતા અમારી પાસે થી લાખો રૂપિયા પડાવ્યા પછી ખબર પડી કે આ તો ઠગ ટોળકી છે.આવી જાણ થતાં ગામલોકો ભેગા થતાં આ ટોળકી નાશી છુટતા તેમને પકડી પોલીસ ને હવાલે કર્યો છે.
--------------------
અહેવાલ- પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.