શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂ|.૬૨,૨૧ લાખનો ચોખ્ખો નફો - ૧૦% ડીવીડન્ડ જાહેર - At This Time

શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂ|.૬૨,૨૧ લાખનો ચોખ્ખો નફો – ૧૦% ડીવીડન્ડ જાહેર


શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂ|.૬૨,૨૧ લાખનો ચોખ્ખો નફો - ૧૦% ડીવીડન્ડ જાહેર

દામનગર શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂ|.૬૨,૨૧ લાખનો ચોખ્ખો નફો - ૧૦% ડીવીડન્ડ જાહેર શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી, ની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ૨૦૨૨/૨૦૨૩ ના હિસાબો રજુ કરતા શ્રી નારોલા જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન મંડળીએ ૬૨.૨૧ લાખ નો ચોખ્ખો નફો કરેલ છે જે આગલા વર્ષ કરતા ૮,૦૦ લાખ વધુ છે. મંડળીનું શેર ભંડોળ ૬૩.૭૬ લાખ, રીઝર્વ ફંડ ૧૬૮.૯૦ લાખ અન્ય ફંડો ર૬૪.૪૩ લાખ છે. મંડળી ૪૨૩ લાખ ની થાપણો ધરાવે છે મંડળીનું કુલ ધિરાણ ૭૮૬ લાખ છે. ૩૨૦૯ સભાસદ ધરાવતી મંડળીનો ઓડીટ વર્ગ "અ" આવેલ છે. મંડળીનુ એન પી એ ૦ શુન્ય છે. સભાસદોને ૧૦% ડીવીડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. સભાસદનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે મંડળીના સ્વભંડોળમાંથી મૃતક ના વારસદારને ૫૦૦૦૦/- ની સહાય આપવામા આવે છે. અત્રે યાદ રહે કે દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી સાર્વજનિક હેતુસર સેવાઓમાં પણ સતત આર્થિક યોગદાન આપી રહી છે.
વાર્ષિક સાધારણ સભામાં ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, માર્કેટિંગયાર્ડના ચેરમેનશ્રી ભગવાનભાઈ નારોલા, અગ્રણીઓશ્રી અમરશીભાઈ નારોલા,સંજયભાઈ તન્ના,બટુકભાઈ શિયાણી,હિમતભાઇ આલગિયા, ઘનશ્યામભાઈ પરમાર,ઝવેરભાઈ લાતીવાળા, સતીષભાઈ ગૌસ્વામી, ધીરુભાઈ નારોલા,ભોળાભાઈ બોખા, જીતુભાઈ બલર, ભાવેશભાઈ ખખ્ખર, આર.કે નારોલા, દેવચંદભાઈ આલગીયા, કાસમભાઈ મીલવાળા,જયંતીભાઈ ખોખરીયા પત્રકારશ્રી નટુભાઈ ભાતીયા વિગેરે હાજર રહ્યા હતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માં હરજીભાઈ નારોલા,વસંતભાઈ મોણપરા,રાજેશભાઈ કનાડીયા,લાલજીભાઈ નારોલા, દિલીપભાઈ ભાતીયા,મોઈઝભાઈ ભારમલ,અશોકભાઈ બાલધા,કૌશિકભાઈ બોરીચા,દેવચંદભાઈ આસોદરિયા, અરજણભાઈ નારોલા,બીપીનભાઈ મસરાણી, ઈશ્વરભાઈ નારોલા,પ્રજ્ઞાબેન અજમેરા,કુસુમબેન સવાણી,જાગૃતિબેન ભટ્ટ વિગેરે કાર્યરત છે. કાર્યક્રમને સફળ બનાવવા મેનેજરશ્રી દિનેશભાઈ પટેલ અનિલભાઈ જાગાણી,જય નારોલા,સીરાજભાઈ ભારમલ,તથા નીતિનભાઈ ચૌહાણ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.