સરા ઉ.મા.શાળા ની વિધાર્થીની લોકવાર્તા સ્પર્ધા માં પ્રદેશ કક્ષાએ પ્રથમ - At This Time

સરા ઉ.મા.શાળા ની વિધાર્થીની લોકવાર્તા સ્પર્ધા માં પ્રદેશ કક્ષાએ પ્રથમ


*સરા ઉ.મા.શાળા ની વિધાર્થીની લોકવાર્તા સ્પર્ધા માં પ્રદેશ કક્ષાએ પ્રથમ*

તારીખ:17/02/2023 ના રોજ ઊર્મિ સ્કૂલ, વડોદરા ખાતે પ્રદેશ કક્ષા નો કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં લોકવાર્તા સ્પર્ધા માં શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સરા ની વિદ્યાર્થીની ગોહિલ કૃપાબા પ્રવિણસિંહે પ્રથમ ક્રમાંક મેળવી શાળા નું ગૌરવ વધાર્યું છે. માર્ગદર્શક શિક્ષક તરીકે શ્રી શૈલેષભાઇ ત્રિવેદી એ સેવા આપી હતી. આ સફળતા થી સમગ્ર શાળા અને સરા ગામ માં હર્ષ ની લાગણી ફેલાઇ છે. કૃપાબા અને તેમના માર્ગદર્શક શિક્ષક શૈલેષભાઇ ત્રિવેદી પર અભિનંદન નો વરસાદ વરસી રહ્યો છે અને મુળી તાલુકાનું ગૌરવ વધાર્યું છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon