થાનગઢના ચણીયા ચોલી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ - At This Time

થાનગઢના ચણીયા ચોલી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ


*ઝાલાવાડ ના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે.*

*થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણીયા ચોળી તેમજ કોટીની  માંગ વધુ રહે છે.*

*કોટીની કિંમત એક હજાર થી શરૂ થઈ ને પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયા ચોળીની કિંમત બે હજારથી શરૂ કરીને દસ હજાર સુધી ની હોય છે*

*નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓ ચણિયાચોળી, તેમજ કોટી, કેડીયા લેવાનું કરે છે પસંદ*

હાલ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે  બજારમાં ચણીયા ચોલી તેમજ કોટીની  માંગ વધી છે . ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણીયા ચોળી તેમજ કોટીની  માંગ વધુ રહે છે. અને ખેલૈયાઓ પણ ચણીયા ચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘુમતા હોય છેં.  ત્યારે થાનગઢ ના સુદીપભાઇ પોતે દરજી છે અને તે ચણીયા ચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરે છે. અને પોતે આવક મેળવી રહ્યા છે સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને કામ આપીને રોજગારી પણ આપી રહ્યા છે. ગુજરાતની અંદર નવરાત્રી નું મહત્વ અનેરું હોય છે તેમાં પણ ઝાલાવાડ ના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને  આ બનાવવામાં આવે છે. જેમાં કોટીની કિંમત એક હજાર થી શરૂ થઈ ને પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયા ચોળીની કિંમત  બે હજારથી શરૂ કરીને દસ હજાર સુધી ની હોય છે આ કોટી તેમજ ચણીયા ચોળીની માંગ સમગ્ર ગુજરાતમાં રહે છે. આ બનાવવા એક દિવસથી લઈને પાંચ દિવસ જેટલો સમય લાગે છે વધુ ભરતકામ હોય તો દિવસ વધુ પણ લાગે છે. સુદીપભાઇ વર્ષોથી આ કામ કરે છે.

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.