ધંધુકા તાલુકાના રંગપુર ગામમાં રામદેવજી મહારાજનો પાઠ ભવ્ય લોકડાયરો યોજાયો. - At This Time

ધંધુકા તાલુકાના રંગપુર ગામમાં રામદેવજી મહારાજનો પાઠ ભવ્ય લોકડાયરો યોજાયો.


ધંધુકા તાલુકાના રંગપુર ગામમાં રામદેવજી મહારાજનો પાઠ ભવ્ય લોકડાયરો યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રંગપુર ખાતે રામદેવજી મહારાજના ભવ્યાતિભવ્ય પાઠનું આયોજન ૧૦૦૮ મહામંડલેશ્વર જયદેવ બાપુના સાનિધ્યમાં મહંત દીપક બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાપ્રસાદ તથા સંતવાણી ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામદાસજી ગોંડલીયા તથા નૈતિક વ્યાસ(છોટે રામદાસ) તથા ચેતન રાજપૂતના ભજનની રમઝટ બોલાવી હતી. આ મહાપાઠમાં સમસ્ત રંગપુર ગામ અને શ્રી દાદા બાપુ ધામ પચ્છમ વીર ભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુ તથા રાયકા રામદેવપીર મંદિર ના લાલાભાઈ જોગરણા એ રંગપુર રામદેવજી મહારાજનો પાઠ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને બહારથી આવતા ભકત સમુદાય ભજન અને ભોજનનો લાભ લીધો હતો. મહાપાઠનાં યજમાન પદે રંગપુર ગામના ઝાલા ભિમજીબાપા પરિવાર આસ્થા સાથે જોડાયો હતો. આ પ્રસંગે દર્શન કરવા માટે મોટીસંખ્યામાં ભાવિકો આવ્યા હતા

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.