H1B વિઝા અંગે કેન્દ્ર સરકાર ચિંતિત:IT મંત્રાલયે અમેરિકન કંપનીઓને પૂછ્યું – ત્યાં કેવી સ્થિતિ છે; મસ્કે કહ્યું- H1B વિઝા ખતમ જેવું
અમેરિકામાં ભારતીય H-1B વિઝા ધારકો સામે થઈ રહેલા વિરોધને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, વિદેશ મંત્રાલય, આઈટી મંત્રાલય અને વાણિજ્ય વિભાગ અમેરિકામાં કાયદેસર રીતે કામ કરી રહેલા ભારતીય પ્રોફ્શનલ્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એક સરકારી સૂત્રએ કહ્યું કે એવી સ્થિતિ ન હોવી જોઈએ કે અમારા ભારતીય પ્રોફ્શનલ્સને અમેરિકામાં રહેવામાં સમસ્યાનો સામનો કરવો પડે. સરકાર આનાથી ચિંતિત છે. આઈટી મંત્રાલય સ્થિતિને સમજવા માટે મોટી સોફ્ટવેર કંપનીઓ પાસેથી ફીડબેક પણ લઈ રહ્યું છે. આઈટી મંત્રાલયે કંપનીઓને પૂછ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર આ વિઝા બાબતે શું સ્થિતિ છે. સરકારી સૂત્રએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ભારત અને અમેરિકા વચ્ચેના કાયદાકીય માળખામાં કોઈપણ બાહ્ય કારણોસર કોઈ સમસ્યા ઊભી થાય. અમેરિકાથી પણ આવું ન થવું જોઈએ. ખરેખરમાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ આ વિઝાના વિરોધમાં છે. તેમના સમર્થક ઉદ્યોગપતિ મસ્કે પણ સોમવારે કહ્યું કે H1B વિઝા ખતમ થવાના છે. એક પોસ્ટના જવાબમાં તેમણે કહ્યું કે લઘુત્તમ પગાર અને મેન્ટેનન્સ વધારીને આ કાર્યક્રમમાં સુધારો કરવો જોઈએ. જો કે ટ્રમ્પે અનેકવાર વિઝાના સમર્થનમાં નિવેદનો પણ આપ્યા છે. H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જેના હેઠળ અમેરિકન કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખવાની છૂટ છે. આ અંતર્ગત દર વર્ષે લગભગ 45 હજાર ભારતીયો અમેરિકા જાય છે. કેન્દ્ર સરકાર વિઝા નીતિમાં પ્રતિબંધો જોવા માંગતી નથી ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ આઇટી અને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટે યુએસ વિઝા પોલિસીમાં કેવી રીતે ફેરફાર થઇ શકે છે તેના પર પણ સરકાર નજર રાખી રહી છે. સૂત્રએ કહ્યું કે અમે આ નીતિમાં વધુ પ્રતિબંધો જોવા માંગતા નથી. આ સિવાય કેન્દ્ર સરકાર એ પણ જોવા માંગે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય પ્રોફેશનલ્સની નિમણૂકમાં કેટલો રસ દાખવી રહી છે. આ માટે, ભારતમાં કંપનીઓ કેટલા વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCC) સ્થાપી રહી છે.
ભારતમાં હાલમાં 1800 થી વધુ GCC છે. પરિસ્થિતિ પર વધુ સારી પકડ મેળવવા માટે, વિદેશ મંત્રાલય યુએસમાં ભારતીય મિશન પાસેથી અપડેટ્સ લઈ રહ્યું છે. વિઝા પર ટ્રમ્પ સમર્થકોના અભિપ્રાય જુદા-જુદા H-1B વિઝા શું છે? H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે હેઠળ અમેરિકન કંપનીઓને ખાસ ટેકનિકલ સ્કિલ્સની જરૂર હોય તેવા હોદ્દા માટે વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખવાની છૂટ છે. આ વિઝા દ્વારા ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કામદારોની ભરતી કરે છે. H-1B વિઝા સામાન્ય રીતે એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ચોક્કસ વ્યવસાય સાથે સંકળાયેલા હોય (જેમ કે આઈટી પ્રોફેશનલ્સ, આર્કિટેક્ચર, હેલ્થ પ્રોફેશનલ્સ વગેરે). જે પ્રોફેશનલ્સને નોકરીની ઓફર કરવામાં આવે છે તેઓ જ આ વિઝા મેળવી શકે છે. તે સંપૂર્ણપણે એમ્પ્લોયર પર આધાર રાખે છે. તેનો અર્થ એ કે, જો એમ્પ્લોયર તમને નોકરીમાંથી કાઢી મૂકે અને અન્ય એમ્પ્લોયર તમને ઓફર ન કરે, તો વિઝા પુરા થઈ જશે. 10માંથી 7 H-1B વિઝા ફક્ત ભારતીયોને જ મળે છે અમેરિકા દર વર્ષે 65,000 લોકોને H-1B વિઝા આપે છે. તેની સમય મર્યાદા 3 વર્ષની છે. જો જરૂરી હોય તો, તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. ભારતીય લોકોને અમેરિકામાં 10માંથી 7 H-1B વિઝા મળે છે. આ પછી ચીન, કેનેડા અને દક્ષિણ કોરિયા આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.