સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટે ઐશ્વર્યાના કર્યા વખાણ:રાની મુખર્જી વિશે કહ્યું, ‘તેમનું વર્તન ખૂબ જ ખરાબ છે, તે બીજા પર બૂમો પાડે છે’
સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ મારિયાએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ઐશ્વર્યાનો સ્વભાવ ઘણો સારો છે. આ સાથે જ કહ્યું કે રાની મુખર્જીનું વર્તન ખૂબ જ ખરાબ રહે છે. તે હમેશા બીજા ઉપર બૂમો પાડતી રહે છે. મારિયાએ કહ્યું કે, એક દિવસ રાનીએ તેને ઘણી પરેશાન કરી હતી. આ પછી ગુસ્સામાં તેમને રાનીને શાપ આપ્યો, જેના કારણે તેની ફિલ્મ ફ્લોપ થઈ. મારિયાએ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌત સાથે સૌથી વધુ કામ કર્યું છે. બોલિવૂડ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં મારિયાએ પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કરવા વિશે ખુલ્લીને વાત કરી હતી. મારિયાએ એકવાર 'દેવદાસ' ફિલ્મના ગીત 'સિલસિલા યે ચાહત કા' માટે ઐશ્વર્યાના વાળની સ્ટાઈલ કરી હતી. મારિયાએ ઐશ્વર્યા સાથેની તેમની મુલાકાતની એક ઘટના શેર કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે તે કંગના રનૌત સાથે ગ્રીસ ગઈ હતી ત્યારે ત્યાં તે ઐશ્વર્યાને મળી હતી. આ અંગે તેમણે કહ્યું, એકવાર હું ગ્રીસ ગઈ હતી. કંગનાએ ત્યાં શૂટ કર્યું હતું. મેં જોયું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ ત્યાં હતા. પણ હું તેમને મળવાની જહેમત ઉઠાવી ન શકી. મને લાગ્યું કે ઐશ્વર્યા અત્યાર સુધીમાં મને ભૂલી ગઈ હશે. જોકે, તેમણે મને ઓળખી અને મારા નામથી બોલાવી હતી પછી થોડીવાર વાતો પણ કરી. મારિયાએ વધુમાં કહ્યું કે પહેલાં સેલિબ્રિટીઓ તેમની આખી ટીમનું સન્માન કરતા હતા અને તેમનું ધ્યાન પણ રાખતા હતા. જોકે નવા કલાકારોમાં આ જોવા મળતું નથી. આ બાબતે તેમણે રાની મુખર્જીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'રાની મુખર્જીએ અમને સૌથી વધુ પરેશાન કર્યા છે. પહેલાં રાની અમને હેર સ્ટાઇલ કરવા માટે હોટેલમાં બોલાવતી અને પછી છેલ્લી ઘડીએ અમને શૂટિંગ લોકેશન પર આવવા માટે કહેતી.' 'હું તેમના સ્વભાવ વિશે જાણતી નહોતી. તેઓએ મને વારંવાર તેમની હેર સ્ટાઈલ બદલવા માટે કહ્યું, જે મને પસંદ નહોતું. મેં આવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ તેઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો નથી. એક દિવસ વાત એટલી વધી ગયો કે હું ગુસ્સે થઈ ગઈ હતી. તેમણે અમારી પાસે હેર સ્ટાઇલ કરાવ્યા બાદ પ્રોડક્શન કંપનીના સ્ટાઈલિશને હેર સ્ટાઈલ કરવા કહ્યું. રાનીના આ વર્તનથી કંટાળીને મેં તેમને શાપ આપ્યો અને તેની ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. તે ખૂબ જ ગુસ્સાવાળી સ્ત્રી છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.