જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ
દાહોદ, તા. ૧૫ : જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહ ખાતે આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન રાખીને નાગરિકો સુધી વિકાસ કાર્યો તેમજ યોજનાઓના લાભ પહોંચતા થાય એ માટે જરૂરી ચર્ચા-સમીક્ષા કરાઇ હતી.
બેઠકમાં કલેક્ટરએ આગામી રવિવારે યોજાનારી નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ૩ ની પરીક્ષા પારદર્શી રીતે યોજાઇ તેમજ ઉમેદવારોને કોઇ પણ પ્રકારની મુશ્કલી ન પડે એ રીતનું આયોજન કરવા સલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી. આગામી સમયમાં યોજાનારા લોક કલ્યાણના કાર્યક્રમોનું યોગ્ય આયોજન કરવા તેમણે અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. કલેક્ટરએ વિકાસ કાર્યો અને યોજનાઓના લાભો દરેક નાગરિક સુધી પહોંચે એ માટે વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાથે કામગીરી કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. બેઠકમાં અધિકારીશ્રીઓને અન્ય વિભાગ સાથે સંકલનમાં કોઇ મુશ્કેલી પડી રહી હોય તો તેના નિવારણ માટે અધિકારીશ્રીઓને પૃચ્છા કરાઇ હતી. જેનો યોગ્ય ઉકેલ બેઠકમાં લાવવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.