સ્વચ્છતા હી સેવા ૨૦૨૪નો અમરેલી નગરપાલિકા દ્વારા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરોએ સ્વચ્છતા યજ્ઞમાં યોગદાન આપ્યું.
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪નો અમરેલી નગરપાલિકા દ્વારા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરોએ સ્વચ્છતા યજ્ઞમાં યોગદાન આપ્યું.
અમરેલી: અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ સ્વચ્છતા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સ્વચ્છતા યજ્ઞમાં કૌશિકભાઇ વેકરીયા નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા એ ઉપસ્થિત રહીને સ્વચ્છતા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નગરપાલિકાના અધ્યક્ષ મામલતદાર અમરેલી સીટી વગેરે ઉપસ્થિત રહયા હતા. આ સ્વચ્છતા યજ્ઞમાં કે. કે. પારેખ કોમર્સ કોલેજના એન.એસ.એસ વિભાગના વિદ્યાર્થીઓએ કોલેજ સર્કલથી સફાઈ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તળાવીયા તથા પ્રા. ડો. એ. બી. ગોરવાડીયાએ સ્વચ્છતા સેવા આપી હતી તેમ આઇ. ક્યુ. એ. સી. કોઓર્ડીનેટર ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.