ધંધુકા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ. - At This Time

ધંધુકા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ.
ધારામાં સમાવેશવાળા વિસ્તારોમાં મિલકતોની તબદીલી માટે કલેકટર ની મંજૂરી લેવી પડશે.
અમદાવાદ જિલ્લાના સંવેદનશીલ નગરોની યાદીમાં સમાવિષ્ટ ધંધુકા શહેરના અનેક વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે આ વિસ્તારોમાં મિલ્કતોની તબદીલી પૂર્વે સંબંધિત ઓથોરિટીની મંજૂરી લેવાની રહેશે, કેટલાક વખતથી નગરમાં અશાંત ધારો લાગુ કરવાની લાગણી પ્રવર્તતી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના અન્ય કેટલાક સંવેદનશીલ શહેરો -નગરોની જેમ ધંધુકામાં પણ અનેકવાર કોમી છમકલાં થાય છે. ઉપરાંત અનેક હિન્દુ વિસ્તારમાં અન્ય કોમના લોકો દ્વારા મોટા પાયે મકાનોની ખરીદી કરવાથી કોમી શાંતિ જોખમાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા અશાંત દ્વારા હેઠળ ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન હેઠળના અનેક વિસ્તારોને અશાંત ધારામાં આવરી લેવામાં આવ્યા છે. તા. 29 ઓક્ટોબર 2022 થી 28 ઓક્ટોબર 2027 સુધીના 5 વર્ષના સમયગાળા માટે વિસ્તારોમાં આ ધારો લાગુ કરવામાં આવ્યો છે. ધારામાં સમાવેશ કરાયેલા સંવેદનશીલ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન સ્થાયી મિલ્કતોના વેચાણ પૂર્વે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યત્વે મોઢવાડા, લુહારફ્ળી, સુથારવાડા, કાળિયાળી, લીંબડીફળી, વચલીળી, દેકાવાડા, લવિંગળી, પારેખફળી, માલીવાડા, નવાપરા, નાનીજોક, મોટીજોક, અંબાપુરા, કુંભારવાડા, સથવારા સોસાયટી, શ્રીનાથ સોસાયટી, પુનીતનગર, ધર્મનગર, વૈષ્ણવ સોસાયટી, મહાત્મા નગર, એકતા સોસાયટી, પ્રોફેસર કોલોની, આઝાદ- નારાયણ નગર, કૈલાશ નગર, યોગીકૃપા સોસાયટી, ખોડિયાર નગર, ક્રિષ્ના રેસીડેન્સી, કૃષ્ણબાગ સોસાયટી, મીરા પાર્ક સોસાયટી અને માધવ બંગલોઝના અમૂક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon