ગોમય ઉત્પાદ’, દિલ્હી ગાયનાં છાણમાંથી ૨૫ થી વધુ કુદરતી ઉત્પાદનો બનાવતા શીખવશે.
ગોમય ઉત્પાદ’, દિલ્હી ગાયનાં છાણમાંથી ૨૫ થી વધુ કુદરતી ઉત્પાદનો બનાવતા શીખવશે.
રાજકોટ ‘ગોમય ઉત્પાદ’, દિલ્હી દ્વારા ૧૫/૧૬/૧૭ માર્ચ, ૨૦૨૪ નાં રોજ દિલ્હીમાં ૩ દિવસની ‘ગોમય પ્રોડક્ટ ટ્રેનિંગ’ (ગાયનાં છાણમાંથી બનતી વિવિધ વસ્તુઓ) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગમાં ગાયનાં છાણમાંથી બનેલા ૨૫ થી વધુ ઉત્પાદનો બનાવતા શીખવવામાં આવશે. આ સાથે ગાય આશ્રય, ગાય પાલન, પંચગવ્ય ગાય ઉત્પાદનો વિષેની સમજ પણ આપવામાં આવશે.ગાયનાં છાણ પવિત્ર હોય છે. છાણ દ્વારા લીપેલાં ઘરોમાં પ્લેગ, કોલેરા વગેરે જેવા ભયંકર રોગો થતા નથી. ગાયનાં છાણમાં ઝેર ખેંચી લેવાની વિશેષ શક્તિ હોય છે. ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો ચુલ્લા અને ઘરને લીપવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. ગાયનાં છાણમાંથી બનતા વિવિધ ઉત્પાદનો બનાવતા શીખીને આજીવિકાને વધારી શકાય છે.આ અંગે વધુ માહિતી મેળવવા તેમજ ટ્રેનીંગ શિબિરમાં ભાગ લેવા (મો. 9716661220) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.