જસદણ માર્કેટયાર્ડના સેક્રેટરીને છુટ્ટા કરી દેવામાં આવેલ કેસમાં નવો વળાંક: પ્રમુખ અરવિંદ તાગડિયાએ પોતાની મનમાની ચલાવી લેવાનો આક્ષેપ - At This Time

જસદણ માર્કેટયાર્ડના સેક્રેટરીને છુટ્ટા કરી દેવામાં આવેલ કેસમાં નવો વળાંક: પ્રમુખ અરવિંદ તાગડિયાએ પોતાની મનમાની ચલાવી લેવાનો આક્ષેપ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ માર્કેટ યાર્ડના પ્રમુખ અરવિંદભાઈ તાગડિયાએ સામાન્ય સભામાં ઠરાવ પાસ કરી યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાને નબળી કામગીરી કરવાનો આક્ષેપ કરી ચાલુ ફરજે સેક્રેટરી પદેથી ઉતારી નિવૃત જાહેર કરતાં આ અંગે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. યાર્ડના પુર્વ સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાએ જણાવ્યું હતું. કે
મેં માર્કેટયાર્ડમાં ફરજ બજાવેલ હોવા છતાં માર્કેટયાર્ડમાં ચેરમેન અરવિંદભાઈ તાગડિયા એ મારી સાથે રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી કાયદા ને ધ્યાનમાં લીધા વગર મિટિંગ બોલાવી કમોસમી વરસાદથી થયેલ ખેતપેદાશ ની નુકશાની અંગે મને જવાબદાર ગણી ને મારી પાસેથી મિટિંગમાં રેકર્ડ આંચકી લેવામાં આવેલ હતું. અને ગેરકાયદેસરની આ મિટિંગમાં ઠરાવ પસાર કરીને મારી પાસેથી સેક્રેટરીનો ચાર્જ લઈ લેવામાં આવેલ હતો. અને મને ઇન્સ્પેકટરની કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ હતી. મને સાંભળવાની કે નોટિસ આપ્યા વગર સરમુખત્યારશાહી અપનાવી તેઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી ગેરકાયદેસર હોવાથી મે નિયામકશ્રી ગાંધીનગરમાં કાયદા મુજબ અપીલ કરતા મને સ્ટે. આપવામાં આવેલ હતો. જેનું તેઓએ પાલન ન કરી રાજકીય વગ વાપરીને મારો સ્ટે. ઉઠાવી લેવામાં આવેલ હતો. ત્યારબાદ સુધારો થયા વગરનો સેવા નિયમ ૧૧ ને આધાર બનાવી ગેરકાયદેસર રીતે મને નિવૃત જાહેર કરવામાં આવેલ છે. આમ માત્ર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રોજીરોટી છીનવવાના બદઈરાદા થી કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ યાર્ડમાં પ્રમુખે સેક્રેટરીને છુટ્ટા કરવા અંગે ભારે ઝંઝાવાત સર્જાયો છે. ત્યારે આગામી દિવસોમાં કેવાં પડધા પડશે તે આવનારો સમય જ બતાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image