*સાકરિયા મહિલા કોલેજ - બોટાદમાં પ્રવેશોત્સવ યોજાયો* - At This Time

*સાકરિયા મહિલા કોલેજ – બોટાદમાં પ્રવેશોત્સવ યોજાયો*


*સાકરિયા મહિલા કોલેજ - બોટાદમાં પ્રવેશોત્સવ યોજાયો*
સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન શ્રી વી. એમ. સાકરિયા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષ સેમેસ્ટર – ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીની બહેનોને આવકારતો કાર્યક્રમ પ્રવેશોત્સવ - ૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી. આજ રોજ તા.૨૭/૦૭/૨૦૨૨ને બુધવારના રોજ કોલેજ સભાખંડમાં યોજાયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટના પ્રમુખશ્રી આદરણીય પ્રો. એસ. કે. ધનાણીસાહેબ ઉપસ્થિત રહેલ અને પ્રસંગોત્સીત વ્યક્તવ્ય આપી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સ્મરણ અને દ્રષ્ટાંત સાથે અધ્યક્ષીય શુભેચ્છા આપેલ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શારદાબેન પટેલે નવી પ્રવેશ લીધેલ વિદ્યાર્થીનીઓને આવકાર સાથે જીવનમાં પ્રગતિ તેવું પ્રેરણાદાયી વ્યક્તવ્ય આપી કોલેજના નિયમો ની ઝાંખી કરાવેલ. આ સાથે બંન્ને કોલેજમાં ચાલતા દરેક વિષયના અધ્યાપકો દ્વારા જે તે વિષયમાં પ્રવેશ લીધેલી બહેનોમાંથી પ્રતિનિધિ બહેનોને પુષ્યગુચ્છ, પુસ્તક અને શુભેચ્છા કાર્ડ આપીને આવકારેલ. આ સાથે આ કાર્યક્રમમાં સેમ. – ૩ અને સેમ. – ૫ની વિદ્યાર્થીની બહેનો દ્વારા પ્રવેશોત્સવ ને અનુરુપ સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલ, જેમાં યોગ, ડાન્સ, ગરબા, લોકનૃત્ય અને ફની ડાન્સ સહિત વ્યકિતગત ગીતસંગીત સાથે કાર્યક્રમને દિપાવેલ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગાન કરી દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યારબાદ ડૉ. પારૂલબેન સતાશિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ. સાથે વિદ્યાર્થીની વર્ગ પ્રતિનિધિઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરેલ. આ સાથે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટેના વર્ગપ્રતિનિધિ (CR) અને કોલેજ પ્રતિનિધિ (GS)ના નામ સિલેક્શનથી જાહેર કરેલ જેમાં આર્ટસ કોલેજમાં ક્રિષ્ના ભાવનગરિયા અને નફસીન બાવળિયા તેમજ કોમર્સ કોલેજમાં અક્ષા માંકડ અને અર્ચના ચાવડાને કોલેજ પ્રતિનિધિ તરીકેના નામ જાહેર કરે અને આ કાર્યક્રમનું સંચાલન પણ કોલેજન પ્રતિનિધિ બહેનો દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પિન્સીપાલ કીર્તિબેન કળથિયાએ મહેમાનોનું આભાર દર્શન કરેલ. આ સમગ્ર કાર્યકમ ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીની મંજૂરીથી અને કોલેજના આચાર્યા ડૉ. શારદાબહેન પટેલના માર્ગદર્શન તળે સમગ્ર અધ્યાપક ગણની જહેમત અને વિશાળ વિદ્યાર્થીની બહેનોની ઉપસ્થિતિએ યોજાયો

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.