કોમર્સ કોલેજ, મોડાસામાં મતદાર નોંધણી કાર્યક્રમ યોજાયો - At This Time

કોમર્સ કોલેજ, મોડાસામાં મતદાર નોંધણી કાર્યક્રમ યોજાયો


આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે તા:૨૭/૦૮/૨૦૨૨ ના રોજ ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સમાં મતદાર નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ તથા કોલેજના પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મતદાર નોંધણી કરાવી ભારતની લોકશાહીને વધુ મજબુત બનાવવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મામલતદાર, મોડાસા શ્રી ધવલભાઈ ચૌધરીએ નવા મતદાર તરીકે નોંધણી, મતદારની વિગતમાં સુધારો, સ્થળાંતર વગરે માટે મતદારે અનુસરવાની પ્રક્રિયા બાબતે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ તબક્કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોલેજમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પણ મહેમાનશ્રીઓ તથા આચાર્ય ડૉ.સુધીર જોષી દ્વારા પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon