આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત સંત રમેશભાઈ ઓઝા ના હસ્તે થયું વૃક્ષારોપણ
*આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત સંત રમેશભાઈ ઓઝા ના હસ્તે થયું વૃક્ષારોપણ*
*જુના ફુવારા પાસે ફૂટપાથ ઉપર "આપણું પોરબંદર ગ્રીન પોરબંદર" અંતર્ગત વૃક્ષારોપણ ની કામગીરી આગળ વધી: પત્રકાર પ્રકાશભાઈ જોશી ના નામના વૃક્ષનું પણ થયું આરોપણ: મોટી સંખ્યામાં આગેવાનો અને પર્યાવરણપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત*
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે શીતળા સાતમના દિવસે જુના ફુવારા પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાતા સંત રમેશભાઈ ઓઝા ના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
પોરબંદર શહેરને હરિયાળુ બનાવવા પોરબંદર સોસાયટીની તાલુકા શાખાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને કો-ઓર્ડીનેટર ધર્મેશ પરમાર દ્વારા આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન આગળ વધી રહ્યું છે જેમાં હજારો વૃક્ષો દ્વારા શહેરને લીલુંછમ બનાવવાનું અભિયાન આગળ વધી રહ્યું છે તે અંતર્ગત રાષ્ટ્રીય સંત પૂજ્ય રમેશભાઈ ઓઝા ના હસ્તે જુના ફુવારા પાસે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે પોરબંદરના જાણીતા પત્રકાર પ્રકાશભાઈ જોશી ની સ્મૃતિમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું તે ઉપરાંત અન્ય અગ્રણીઓ સ્વ.ભીખુભાઈ મજીઠીયા, સ્વ.હિંમતભાઈ કારિયા, ની સ્મૃતિમાં વૃક્ષારોપણ થતા તેમના સંતાનો પંકજભાઈ મજીઠીયા અને જીગ્નેશભાઈ કારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી નામે પણ વૃક્ષ વાવવામાં આવ્યા હતા. હેમાંગભાઈ ના પિતા યોગેશભાઈ જોશી પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ઉપરાંત શહેરની તમામ સામાજિક સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ અને સાંદિપનીના ઋષિ કુમારો ઉપસ્થિત રહ્યા હતા. આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ માટે રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમારના માર્ગદર્શન નીચે ગ્રીન પોરબંદર સંકલન સમિતિના ડોક્ટર આશિષ શેઠ, ડોક્ટર દર્શક પટેલ, નીરજ મોનાણી, અનિલભાઈ કારિયા, ભરત રૂઘાણી, ધવલ જોશી, આનંદ દત્તાણી નરેશભાઈ થાનકી પિયુષ મજીઠીયા સહિત અનેક આગેવાનોએ આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયા, સહિત અનેક આગેવાનો આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.