જસદણ ના શ્રી જુનાપીપળીયા તા.શાળાના વિદ્યાર્થીઓની વિવિધ જગ્યાએ શૈક્ષણિક મુલાકાત
શ્રી જુનાપીપળીયા તા.શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ અને આચાર્ય-શૈલેશભાઈ ફાસરા,આશિષભાઈ રામાણી, વિજલબેન માવાણી(શિક્ષકો)એ બાળકોને પ્રત્યક્ષ અનુભવ સાથે શિક્ષણ મળી રહે તે માટે વિવિધ જગ્યા અને સંસ્થાઓની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.જેમાં માર્કેટયાર્ડ-જસદણ,સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા, શ્રીહરિ નમકીન,કર્ણુકી ડેમ-જીવાપર અને આટકોટ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી, જ્યાં ચાવડા સાહેબ તેમજ અશોક સાહેબે વિદ્યાર્થીઓને તેની કામગીરી અને મહત્વની બાબતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.બાળકો પણ આગળ વધીને સમાજના રક્ષણ માટે કઈ રીતે કામ કરી શકે,પોલીસ બનવા શું શું કરવું પડે તેના વિશે જાણ્યું, બેન્કમાં હિતેશભાઈ દ્વારા બેન્કની કામગીરી અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, માર્કેટયાર્ડમાં જયેશભાઈ વાસાણી દ્વારા ત્યાંની કામગીરી વિશે સમજ આપવામાં આવી.શ્રીહરિ ફેક્ટરીમા મનિષભાઈ અને સાગરભાઈ દ્વારા પ્રોડક્ટની બનાવટ,વેંચાણ અને પેકિંગ વગેરે બાબતની ઉંડાણપૂર્વક ની સમજ આપવામાં આવી હતી.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.