પાટડીમાં બુટલેગર પાસેથી રૂા. 20 હજારની લાંચ લેતા ત્રણ પોલીસ કર્મચારીઓ ઝડપાયા. - At This Time

પાટડીમાં બુટલેગર પાસેથી રૂા. 20 હજારની લાંચ લેતા ત્રણ પોલીસ કર્મચારીઓ ઝડપાયા.


તા.15/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના પાટડીમાં એસીબીની સફળ ટ્રેપ થઇ છે જેમાં ત્રણ પોલીસ કર્મીઓને 20 હજારની બુટલેગર પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા દારૂ વેચવા મામલે આ લાંચ માંગવામાં આવી હતી સુરેન્દ્રનગર એસીબીની સફળ ટ્રેપમાં પાટડી પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા છે અને સર્કિટ હાઉસ ખાતે લઈ જઈ ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે જિલ્લામાં પોલીસ કર્મીઓ પર એસીબી રેડ થતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઇ છે ઝડપાયેલા પોલીસ કર્મીઓ પાસેથી 20 હજારની રોકડ પણ જપ્ત કરાઇ છે લાંચ લેતા પોલીસ કર્મીઓ ઝડપાયા છે તેમાં શીવાભાઇ ભાવસીંગભાઇ જાલીસણીયા, ઉ. 36 અ.હે.કો., વર્ગ 3, પાટડી પોલીસ સ્ટેશન, જી. સુરેન્દ્રનગર, પ્રકાશભાઇ રણુભાઇ ખાખડીયા, ઉ. 26, આર્મડ લોકરક્ષક વર્ગ 3, પાટડી પોલીસ સ્ટેશન, જી. સુરેન્દ્રનગર, રવિકુમાર કાંતિભાઇ ચાવડા, ઉ.27, અનાર્મડ પો. કોન્સ. વર્ગ 3 પાટડી પોલીસ સ્ટેશન, જી. સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે આ બનાવની હકીકત એવી છે કે, પાટડી મુકામે ફરીયાદી ઈંગ્લીશ દારૂ વેંચતા હોય જે ઈંગ્લીશ દારૂના વેચાણની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલુ રાખવા દેવા આક્ષેપિત ન. 1 તથા 2 નાઓએ ફરીયાદી પાસે રૂ.30, 000 ની લાચની માંગણી કરી રકઝકના અંતે રૂ. 20, 000 નક્કી કરી આપી જવા વાયદો કરેલ, પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય, અને આ બાબતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત પૈકી આક્ષેપિત નં. 2 તથા 3 નાઓએ ફરિયાદીનાં ઘર ખાતે પંચ-1 ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસે રૂા. 20, 000 ની લાંચની માંગણી કરી, સ્વિકારી, આક્ષેપિત નં. 2 તથા 3 નાઓ લાંચની રકમ સાથે પકડાઈ ગયેલ આમ ત્રણેય આક્ષેપિતો પકડાઈ જઇ, આ કામે આક્ષેપિતોએ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.