સૌરાષ્ટ્ર ની ઉન્નતિ નો આધાર કલ્પસર નો ફ્લોટ કથા સ્થળે સૌથી મોટી જાગૃતિ નું કારણ બન્યું રાજકોટમાં કલ્પસર સરોવર સમિતિ કાર્યાન્વિત : સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પણ ભૂતકાળ બની જશે માનસ સદભાવના રામકથા દરમિયાન કલ્પસર સરોવરનો લાઈવ ડેમો રજુ કરાયો વિનુભાઈ ગાંધી ૯૭ વર્ષની વયે પણ જન કલ્યાણને સમર્પિત
સૌરાષ્ટ્ર ની ઉન્નતિ નો આધાર કલ્પસર નો ફ્લોટ કથા સ્થળે સૌથી મોટી જાગૃતિ નું કારણ બન્યું
રાજકોટમાં કલ્પસર સરોવર સમિતિ કાર્યાન્વિત : સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પણ ભૂતકાળ બની જશે
માનસ સદભાવના રામકથા દરમિયાન કલ્પસર સરોવરનો લાઈવ ડેમો રજુ કરાયો
વિનુભાઈ ગાંધી ૯૭ વર્ષની વયે પણ જન કલ્યાણને સમર્પિત
રાજકોટ માનસ સદભાવના રામકથામાં વિનુભાઈ ગાંધી હાજર રહ્યા હતા. ૯૭ વર્ષના વિનુભાઈ ગાંધીએ આ તકે સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણે વડાપ્રધાનને વિનંતી કરીએ કે તેઓ આ યોજનાનો વહેલી તકે ખાત મુહૂર્ત કરે. આપણે સૌ માંગણી નહીં પણ સહયોગ કરીએ.
વિનુભાઈ ગાંધી તેમજ કલ્પસર સરોવર સમિતિના સભ્યો પરસોત્તમભાઈ કમાણી, વિજયભાઈ ડોબરિયા, વસંતભાઈ લીંબાસીયા, દિલીપભાઈ સખિયા, પુનીતભાઈ ચોવટિયા દ્વારા માનસ સદભાવના રામકથા દરમિયાન કલ્પસર સરોવરનો લાઈવ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. લાખો લોકોએ એ લાઈવ ડેમો નિહાળ્યો હતો. આ સાથે કલ્પસર સરોવરના વિવધ ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. આ તકે રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, ગોવિંદભાઈ ધોળકિયા, મથુરભાઈ સવાણી, લાલજીભાઈ પટેલ, કેશુભાઈ ગોટી, ગોરધનભાઈ ઝડફિયા સાથે આણંદબાવા સંસ્થા, જામનગરનાં પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ, એસ.જી.વી.પીનાં અધ્યક્ષ પ. પૂ માધવપ્રિયદાસજી સાથે સહીત અનેક સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કલ્પસર સરોવર નિર્માણના ઘણા ફાયદાઓ છે. કલ્પસર સરોવર ભૌગોલિક રીતે ગુજરાતની જ હદમાં આવેલું છે અને ઘણાં વિસ્તારને સ્પર્શે છે. કલ્પસર સરોવરનાં નિર્માણ માટે કોઈની જમીન સંપાદન થતી નથી, કોઈનું સ્થળાંતર થતું નથી કે ખેતીલાયક જમીન ડૂબાણમાં જતી નથી. કલ્પસર સરોવર દ્વારા જળસંકટગ્રસ્ત વિસ્તારની દસેક લાખ હેકટર જમીનને સિંચાઈ તેમજ પીવા માટે દસ હજાર કરોડ ઘન મીટર મીઠું પાણી મળશે, જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે. મધ્ય તેમજ દક્ષિણ ભારત સાથે સુરત મારફત ગુજરાતનું અને મધ્ય તથા દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રનું આદાન- પ્રદાન વધશે અને માર્ગનું અંતર ઘણું ઘટશે. તેથી ઈંધણ અને સમયની બચત થશે અને પ્રદુષણ ઘટશે. બધી મળીને ચારેક લાખ હેક્ટર ખારાપાટની અને ડૂબવાળી જમીન વાપરવાલાયક બનશે. સરોવરના ડેમ ઉપર આઠ માર્ગીય રસ્તા ઉપરાંત રેલ્વે, પાઈપ લાઈન, પવન ઉર્જા, સૌર ઉર્જાની હારમાળા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે. વહાણવટુ, પર્યટન, મત્સ્યોદ્યોગ વગેરેથી અનેક લોકોને કામધંધા અને રોજગાર મળશે. પશુધન માટે પૂરતુ પાણી અને ઘાસચારો ઉપલબ્ધ થવાથી પશુપાલનને વેગ મળશે. ડેમ હેઠવાસના સમુદ્રની ભરતી - ઓટજન્ય વિજળી કાંઈ બળતણ વગર અપસાઈડ ડાઉન અંડરવોટર વીન્ડમીલની અદ્યતન ટેકનોલોજીથી હજારો મેગાવોટ જેટલી વિજળી ઉત્પન્ન કરી શકાશે. ખારોપાટવાળી જમીનમાં વિશાળ ઘાસપ્લોટ તથા બિનદૂધાળ, વૃદ્ધ કે રખડતા પશુના ઢોરવાડા દ્વારા ગંજાવર બાયોગેસ પ્લાન્ટની હારમાળાનું નિર્માણ કરી શકાશે. જેથી નિંદામણમુક્ત ઉપજાઉ છાણિયું ખાતર, બળતણ માટે ગેસ, વાહન માટે સી.એન.જી. અને વિજળી મળતા થશે. નદીઓમાં ભરતીનું ખારું પાણી ભરાતુ બંધ થવાથી ભૂમિમાં ખારાશ પ્રવેશતી તેમજ પ્રસરતી બંધ થશે. જેથી ભૂમિની ફળદ્રુપતા વધશે. વનીકરણ તેમજ વૃક્ષારોપણને વેગ મળવાથી પર્યાવરણ સુધરશે. ખંભાત ધોલેરા ભાવનગર સમુદ્ર કાંઠાના વિસ્તારમાં અનેક ઉદ્યોગો અને યોજનાઓનું નિર્માણ શક્ય બનશે. કલ્પસર પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્ય પણ ભાગીદાર હોવાથી રાજ્યની આવકમાં વધારો થશે. જેથી વર્ષોવર્ષ વધ્યે જતું જાહેર દેવું ભરવા માટે આ આવકનો ઉપયોગ શક્ય બનવાથી રાજ્ય ક્રમશઃ ઋણમુક્ત બની શકશે. ચોમાસામાં સરોવરની મહત્તમ જળસપાટીથી વધારાનું પાણી નળ સરોવર મારફત કચ્છના સૂરજબારી થઈને નાના રણમાં વહેવડાવવા માટે સાનુકૂળ ઢોળાવની ગ્રેવીટીનો લાભ લઈ શકાશે. ગુજરાત ભારતનું પૂરતુ પાણી ધરાવતું સર્વપ્રથમ સ્વનિર્ભર રાજ્ય બનશે. સમસ્ત ગુજરાત જળસંપન્ન બનશે. વધુમાં ગુજરાતનો સંતુલિત તેમજ સર્વાંગી વિકાસ શક્ય બનશે. આ યોજના સાકાર થાય તો દેશની GDPમાં વધારો થશે. આ યોજનાથી ગુજરાતનાં લોકોનો ધંધા, રોજગાર, નોકરી થકી સર્વાંગી વિકાસ થશે. આ યોજનાથી સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પણ ભૂતકાળ બની જશે.
ગુજરાતમાં આ યોજના શરુ થઇ ગયેલી હતી, તેનું બજેટ ફાળવણી પણ શરુ થઇ ગયું હતું પરંતુ કોઈ પણ કારણસર આ યોજનાનો અમલ ન થયો હોવાથી વિનુભાઈ ગાંધીનાં માર્ગદર્શન હેઠળ કલ્પસર જળ જાગૃતિ સમિતિ બનાવવામાં આવી છે. આ યોજના વહેલામાં વહેલી તકે શરુ થાય એ માટે પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ પત્ર લખીને આ બાબતે વિનંતી કરાઈ છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે વિનુભાઈ ગાંધીનું રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત રામકથામાં પૂજ્ય મોરારિબાપુની હાજરીમાં ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પરસોતમ કામાણી, વિજયભાઈ ડોબરીયા, ડૉ દિનેશભાઈ ચોવટિયાની ઉપસ્થિતિમાં વિનુભાઈ ગાંધીએ 11,11,111 ની રકમ સદભાવના વૃદ્ધાશ્રમને અર્પણ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.