ધંધુકા રાણપુર રોડ ફાટક પાસે બિસમાર રસ્તાથી વાહન ચાલકો હેરાન પરેશાન.
ધંધુકા રાણપુર રોડ ફાટક પાસે બિસમાર રસ્તાથી વાહન ચાલકો હેરાન પરેશાન.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા રાણપુર રોડ ફાટકની બન્ને બાજુનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. અહીં વાહન ચાલકોને ક્યાં વાહન ચલાવવું એ ખબર પડે તેવું નથી. ત્યારે પાછલા થણા સમયથી ઉબડખાબડ, મસમોટા ખાડાઓ વાળો રસ્તો નવો બનાવવા તંત્રને સમય જ નથી અને આથી સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્રની ઘોર નિંદ્રા સામે ભારે આકોશ દેખાઈ રહ્યો છે. ધંધુકા રાણપુર રોડ પર કટક પાસે બન્ને તરફનો
માર્ગ ખૂબ બિસ્માર હાલતમાં છે. જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. લોકો વારંવાર આ ખાડાવાળા માર્ગને નવો બનાવવા માંગ કરી રહ્યા છે. ફાટક પાસે મસમોટા ખાડાઓ વાહનચાલકોની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. અહીં લોકો એવું કહે છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે. એ સમજાતું નથી. આ માર્ગ પર ટ્રાફિક ખુબ હોય છે સ્થાનિકોની સાથે ભારે વાહનો અને રાણપુર તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી રસ્તો ૨૪ કલાક ધમધમતો રહે છે. વળી હેવી ઓવરલોડ ડમ્પરની પણ અવરજવર રહે છે ત્યારે તંત્ર લોકોની આ મોટી સમસ્યાને લઈ આંખ આડા કાન કરી રહ્યું છે. આ માર્ગ પરથી અનેક અધિકારીઓ પણ દરરોજ આવ-જા કરે છે તો શું એમને પણ માર્ગના ખાડા દેખાતા નથી. ત્યારે દરરોજ બાઇક સ્લીપ થવાના અને અન્ય નાના મોટા અકસ્માતો નવાઈની વાત નથી રહી. ત્યારે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? લોકો આ માર્ગ સત્વરે નવો બનાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે અને જો આગામી થોડા દિવસોમાં રોડ નહીં બનાવાય તો લોકો આંદોલન કરવા મજબુર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.