ધંધુકા ના રેલ્વે ફાટક કે ભારે કરી : સાંકડા રેલ્વે ફાટક થી ચાર પાંચ કલાક ટ્રાફિક જામ થાય છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c8q1zimvaxkaojip/" left="-10"]

ધંધુકા ના રેલ્વે ફાટક કે ભારે કરી : સાંકડા રેલ્વે ફાટક થી ચાર પાંચ કલાક ટ્રાફિક જામ થાય છે.


ભાવનગર અમદાવાદના ધંધુકા ના રેલ્વે ફાટક કે ભારે કરી : સાંકડા રેલ્વે ફાટક થી ચાર પાંચ કલાક ટ્રાફિક જામ થાય છે.
રાજ્ય માર્ગ ફોરલેન સાથે રેલ્વે ફાટક ડોઢલેન બનાવી દીધું રેલ્વેના એન્જિનિયરોની લાપરવાહી સાંસદ, ધારાસભ્ય ની રજૂઆત થતા મહિનાઓથી રેલ્વે તંત્રના પેટનું પાણી હાલતું નથી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના સાંકડા રેલ્વે ફાટક થી છેલ્લા પાંચ દિવસથી ટ્રાફિક જામ થાય છે દિવાળીના તહેવારોમાં ટ્રાફિક વધ્યો છે ત્યારે રેલ્વે તંત્રની આડોડાઇના કારણે આમ જનતા પરેશાન છે સાંકડા ફાટકને પહોળા બનાવવા છેલ્લા ઘણા મહિનાઓથી સાંસદ તથા ધારાસભ્ય દ્વારા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ છે પણ રેલ્વેના એન્જિનિયર બાબુ ઓ ને કાંઈ પડી નથી.
આધારભૂત મળતા અહેવાલો અનુસાર ભાવનગર અમદાવાદ ધોરીમાર્ગો પર ધંધુકા ના પાદરમાં બોટાદ અમદાવાદ ફોરલેન રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવાનું કામ રેલ્વે તંત્રની આડોળાઈને કારણે અટકી ગયું છે ત્યારે રેલ્વે ફાટક રેલ્વેના એન્જિનિયરો દ્વારા ભાવનગર અમદાવાદ રાજ્ય માર્ગની પહોળાઈ ને ધ્યાને લીધા વગર સાંકડું ફાટક બનાવી નાખવામાં આવ્યું છે.
ધોરી માર્ગ ફોરલેન છે અને ફાટક દોઢ લાઈન બનાવવામાં આવ્યું છે જેના કારણે મોટા વાહનો રેલ્વે ફાટકમાંથી એક સાથે પસાર થઈ શકતા નથી જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે આ સમસ્યાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે ધંધુકા પોલીસ અને હોમગાર્ડ 24 કલાક ફાટક ઉપર રાખવા પડે છે સાંસદ અને કેન્દ્રના મંત્રી અને ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓનું છેલ્લા ઘણા મહિનાઓથી ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં રેલ્વે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.
છેલ્લા પાંચ દિવસથી દિવાળીના તહેવારો ને લઈને રાજ્ય માર્ગનો ટ્રાફિક વધ્યો છે ત્રણ ચાર કલાક ટ્રાફિક જામ થઈ જાય છે અને નાગરિકો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે તેમ છતાં રેલવે તંત્રનું પેટનું પાણી હલતો નથી પ્રજાના લોક પ્રતિનિધિ એવા સાંસદ અને ધારાસભ્ય રજૂઆત કરે છતાં રેલવે તંત્રનું નિર્ભર તંત્ર કાંઈ સાંભળતું નથી.
આવનારા દિવસો સાંકડા રેલ્વે ફાટક પ્રકરણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી જાગૃત નાગરિકો દ્વારા કરનાર છે તેવું જાણવા મળેલ છે અને તેમાં જવાબદારો સામે પગલાં ભરવા માંગણી થનાર છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]