પોરબંદરમાં વાહનોની લોન ના નામે ૨૩ લોકો સાથે ૬૭ લાખ રૂપીયા ની છેતરપીંડી, ઉચાપત કરનાર શખ્સના જામીન મંજુર - At This Time

પોરબંદરમાં વાહનોની લોન ના નામે ૨૩ લોકો સાથે ૬૭ લાખ રૂપીયા ની છેતરપીંડી, ઉચાપત કરનાર શખ્સના જામીન મંજુર


પેરેટીના સિધ્ધાંતો મુજબ જામીન મુકત કરવા અંગેની નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ ચુકાદાઓ રજુ કરાયા

પોરબંદરમાં વાહનોની લોનના નામે ૨૩ વ્યકિતઓ સાથે ૬૭
લાખની છેતરપીંડી, વિશ્વાસઘાત, ઉંચાપત સહીતના કેસના આરોપીને એડીશનલ ડીસ્ટ્રીકટ કોર્ટે જામીન મુકત કરેલ. આ કેસની કિકત એવી છે કે આ કામના ફરીયાદીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એ મુજબની ફરીયાદ આપેલ કે તેઓએ લીધેલ કાર પર ફાઈનાન્સ કરી લોન લેવી હોય જેથી તેના પરીચીત રાહુલ રૂઘાણીનો સપર્ક કરી પોતાની કાર ૫૨ ૩.૫૦ લાખ ની લોન લઈ ફાઈનાન્સ કરાવી આપવાનું કહેતા રાહુલે લોનના જરૂરી કાગળો કરી ફરીયાદી પાસેથી સહીઓ કરાવી ચેક લીધેલ.ત્યારબાદ ફરીયાદી અવાર-નવાર લોન બાબતે તપાસ કરવા છતાં આરોપી રાહુલે જણાવેલ કે હજુ લોન આવેલ નથી થોડો સમય પછી ફરીયાદીના ખાતામાંથી લોનના હપ્તા પેટે એડવાન્સમાં આપેલ ચેકની ૨કમના હપ્તા પણ કપાવવા લાગેલ અને આરોપી છેતરપીંડી કરેલ હોવાનું જણાઈ આવતા તે મતલબની ફરીયાદ નોંધાવી હતી.જેથી કમલાબાગ પોલીસે આ ગુન્હાના કામે તપાસ શરૂ કરતા પોરબંદર તથા આજુબાજુમાં રહેતા ફરીયાદી સહીત કુલ ૨૩ વ્યક્તિઓ આ ફાઈનાન્સના એજન્ટ રાહુલ દ્વારા વાહનો ઉપર ફાઈનાન્સ કરી લોન કરી આપવાનું જણાવી દસ્તાવેજોમાં લોનની રકમ પોતાના ખાતામાં જમા લઈ લેતા અને ત્યારબાદ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખતા એ રીતે આશરે રૂા. ૬૭ લાખ થી વધુ ૨કમની ૨૩ જેટલા વાહનોના માલીકોની સાથે છેતાર પીડી, વિશ્વાસધાત કરી લાખો રૂપીયાની રકમ ઉંચાપતો કરી નાખેલ હોય તે તપાસમાં ખુલવા પામેલ અને તપાસમાં રોનક અશોક વ્યાસ અને જીજ્ઞેશ અરૂણભાઈ પારેખ નું પણ આરોપી તરીકે નામ ખુલવા પામેલ.
જેથી પોલીસે જીજ્ઞેશ અરૂણભાઈ પારેખ ની આ ગુન્હાના કામે અમદાવાદથી ધરપકડ કરી નામ. કોર્ટમાં રજુ કરતા નામ, કોર્ટે જેલ હવાલે કરેલ. જેથી આરોપી જીજ્ઞેશ દ્વારા જેલમાંથી તેમના એડવોકેટ અકબર સેલોત દ્વારા નામદાર એડીશીનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.જે જામીન અરજી સુનાવણી પર આવતા અરજદાર તરફે આ જામીન અરજી ના સમર્થનમાં અરજદારના વકીલો દ્વારા નામદાર કોર્ટમાં એવી દલીલ કરી હતી કે હાલના અરજદાર નિર્દોર્ષ છે અને તેની સામે પ્રથમ દર્શનીય કેસ નથી. સદર બનાવ બાબતે અમો અરજદારને કોઈ લેવા દેવા નથી. વધુમાં જણાવે છે આ ફરીયાદની તારીખથી આશરે બે માસ પહેલા જ અમોએ કમલાબાગ પોલીસને રાહુલ રૂઘાણી સહીતના આરોપીઓ સામે ફરીયાદ કરેલ હતી. તેમ છતાં અમારી ફરીયાદ ન લઈ અમોને રાગદ્વેષ રાખી ખોટી રીતે માત્ર ને માત્ર આરોપીઓના નિવેદનના આધારે આરોપી બનાવેલ છે. સમગ્ર પોલીસ પેપર્સ જોતા આરોપીઓના નિવેદન સિવાય અમારી સામે કોઈ પુરાવો રહેલ નથી. અને આ કામના મેઈન આરોપી રાહુલ રૂઘાણી અને રોનક અશોક વ્યાસને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન મુકત કરેલ હોય જેથી અમોને પણ પેરેટીના સિધ્ધાંત મુજબ જામીન મુક્ત કરવા અરજ કરેલ અને આ દલીલના સમર્થનમાં નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટની વિવિધ ઔથોરીટીઓ રજુ કરેલ હતી. બન્ને પક્ષકારોની દલીલો અને પોલીસ પેપર્સ ધ્યાને લઈ નામદાર એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબે અરજદાર જીજ્ઞેશ અરૂણભાઈ પારેખ ના વકીલોની દલીલો રજુઆતો ધ્યાને રાખી શરતોને આધીન જીજ્ઞેશ ને જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કામે અરજદાર તરફે યુવા એડવોકેટ અકબર સેલોત અને એમ. આઈ. સંઘરીયાત અને સાહીલ મલેક રોકાયેલા હતા.

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.