શાહપુર પોલીસે સોના ના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરનાર એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લીધો. - At This Time

શાહપુર પોલીસે સોના ના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરનાર એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લીધો.


રહેણાક મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ.૪.૫૦. ૦૦૦/-ની મતા ના મુદ્દામાલ સાથે શાહપુર પોલીસ ની ટીમે ૦૧ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડયો,

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર - ૧, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન - ૨ તથા એ.સી.પી, સી ડિવિઝન તરફથી મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણ શોધાયેલા મિલ્કત સંબંધી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના મળતા પ્રથમ પો.ઇન્સ પી.બી. ખાંભલા, સેકન્ડ..પો.ઇન્સ. પી.વી.વાધેલા શાહપુર પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ. ડી.જી.ભાટીયા સર્વેલંસ સ્કોર્ડના સ્ટાફના માણસો સાથે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન હ્યુમન તેમજ ટેકનીકલ સોર્સીસ આધારે સાથેના અ.હે.કો નારણભાઇ પ્રભાતભાઇ બ.નં - ૪૦૯૧ તથા અ.પો.કો. રાહુલભાઇ રમેશભાઇ બ.નં - ૧૦૪૮૨ નાઓની સંયુકત બાતમી હકીકત આધારે શાહપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૩૨૪૦૬૯૭ /૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ - ૩૦પ (એ) મુજબના કામે આરોપી નામે કેયુર ઉર્ફે નથ્થુ સુરેશભાઇ શાહ ઉ.વ-૪૪ રહે - બી/૧૬૯, ગગનવિહાર સોસા, બાય સેન્ટર પાસે શાહપુર અમદાવાદ શહેરનાને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોનાની વીંટી નંગ - ૦૫ તથા સોનાની મગમાળા તથા રોકડ રકમ મળી કુલ્લે કિ.રૂ.૪,૫૦,૦૦૦/-ની મતાના મુદ્દામાલ સાથે તા-૨૪ ડિસેમ્બર ૨૦૨૪ સાંજ ના ૧૯/૩૫ કલાકે પકડી અટક કરી ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આ કામગીરી કરનાર ટીમ :-

(૧)પી.બી.ખાંભલા સિની.પો.ઇન્સ.

(૨)પી.વી.વાધેલા સેકન્ડ પો.ઈન્સ.

(૩)પો.સ.ઇ.ડી.જી.ભાટીયા

(૪)અ.હે.કો. નારણભાઇ પ્રભાતભાઈ બ.નં-૪૦૯૧

(૫)અ.હે.કો.મુકેશકુમાર રામસંગભાઇ બ.નં-૮૩૫૬

(૬)અ.હે.કો. જાવેદખાન અખ્તરખાન બ.નં-૯૬૬૮

(૭)અ.પો.કો. રાહુલભાઇ રમેશભાઇ, બ.નં-૧૦૪૮૨

(૮)અ.પો.કો. મહેન્દ્રસિંહ રણજીતસિંહ બ.નં-૬૦૫૧

(૯)અ.પો.કો. કિરણભાઇ રસિકભાઇ, બ.નં-૧૨૨૨૭

(૧૦)અ.પો.કો. રણછોડભાઇ નેથીજી બ.નં-૧૧૫૨૨

(૧૧)અ.પો.કો. ભરતભાઇ હરચંદભાઇ , બ.નં-૮૪૫૭

(૧૨)અ.પો.કો. પ્રવિણભાઇ ઇશ્વરભાઇ બ.નં-૧૨૨૯૫

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.