અયોધ્યા શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મોટા ખુંટવડા ગામે ભવ્ય ઉત્સવ ઉજવાયો. - At This Time

અયોધ્યા શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મોટા ખુંટવડા ગામે ભવ્ય ઉત્સવ ઉજવાયો.


અયોધ્યા રામ મંદિર નિર્માણના સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને અસંખ્ય બલિદાનોના અંતે આજે શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી આજે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટા ખુંટવડા ગામના જાહેર માર્ગો અને જાહેર વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની શોભા યાત્રા ફરી હતી જેવા કે રામજી મંદિર,વળીયા ભવન ચોક,બસ સ્ટેન્ડ,દુધેશ્વર મહાદેવ,ઠાકર મંદિર બોરડી રોડ,શિતળા માતાજીનો પ્લોટ વિસ્તાર,ખેડાપતિ હનુમાનજી મંદિર જેવા વિવિધ ધાર્મિક સ્થળોએ ભગવાન શ્રી રામની શોભા યાત્રા ફરી હતી જેમાં રામ મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરને વધાવવા માટે સર્વત્ર ઉમળકા સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો અને શેરીએ શેરીએ, ઘરે ઘરે અયોધ્યાથી પૂજીતને અભિમંત્રીત થયેલ અક્ષત કુંભયાત્રાને ભાવિક ભક્તોએ ભાવપૂર્વક આવકારીને દરેક ઘરોમાં ફૂલની રંગોળી સજીને,આંગણું શણગારીને "મેરી ઝૂંપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે, મેરે રામ પ્રભુજી આયેંગે" તેમજ શ્રી રામના નારાથી ભક્તિ ભાવથી પધરામણી કરીને કુંભ સ્થાપન, પૂજન, આરતી કરીને આજના ઐતિહાસિક દિવસને દિવાળીની જેમ મનાવવા આવ્યો હતો શ્રી રામજન્મભૂમિ પર શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયે ઘરે ઘરે દિપાવલીની જેમ ઉત્સવ મનાવીને દિપ પ્રગટાવીને આ ઐતિહાસિક આજના દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને મોટા ખુંટવડા ગામના સમગ્ર ગ્રામજનોમાં ભક્તિમય માહોલ અને અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.