કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર સિંહ જોવા મળ્યો...વાહન ચાલકો એ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો.. - At This Time

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર સિંહ જોવા મળ્યો…વાહન ચાલકો એ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો..


કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર સિંહ જોવા મળ્યો...વાહન ચાલકો એ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો..

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર સિંહ જોવા મળતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો એ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકોમાં ભયનો સામનો ફેલાયો..

દીવમાં છેલ્લાં ઘણાં દિવસોથી સિંહનું એક ગ્રુપ આવી ચડ્યું છે. આ ગ્રુપ દ્વારા દીવના વિસ્તારોમાં રાત્રીના સમયે આંટાફેરા મારતું જોવા મળે છે. આજે વહેલી સવારે વણાકબારા નાગવા બીચ રોડ ઉપર એક સિંહ આવી ચડ્યો હતો. અને રોડ ઉપર આવી ચડેલ સિંહને વાહન ચાલકો રાહદારીઓએ મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો.

જોકે હાઇવે રોડ ઉપર લગાવેલ જાળીના લીધે સિંહ આમતેમ ભાગવા માટે પ્રયત્ન કરતો જોવા મળેલ હતો. અંતે હાઈવે પર પસાર સતત વાહનોની અવર જવરના કારણે સિંહ એ આગળ જતા જતા વળાંક લઇ લીધો હતો. અને ફરી દરિયાઈ કાંઠા વિસ્તાર તરફ ચાલ્યો ગયેલ હતો. જોકે અવાર નવાર સિંહ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ડાલ્લા મથ્થાના પ્રવેશ કરતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.