ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ચોરાયેલ મુદ્દામાલ (ઇક્કો ગાડી) સાથે આરોપીને ગનતરીના દિવસોમાં ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ. - At This Time

ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ચોરાયેલ મુદ્દામાલ (ઇક્કો ગાડી) સાથે આરોપીને ગનતરીના દિવસોમાં ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ.


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા -હિંમતનગરનાઓએ વાહન ચોરીના ગુન્હાઓનો મુદ્દામાલ તથા આરોપીઓ પકડી પાડવા અનુસંધાને કામગીરી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ સી.જી.રાઠોડ નાઓએ આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના આધારે ઇડર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના અ.પો.કો.નિકુલસિંહ મહેંદ્રસિંહ બ.નં.૧૨૦૫ તથા આ.પો.કો.કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં.૧૦૪ નાઓ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્ક્સ રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ભિલોડા તરફથી ઇકો ગાડી જેનો ર.જી.નં. GJ-09-BJ-2696 લઇ ને ભીલોડા ત્રણ રસ્તા તરફ આવી રહેલ છે જે હકીકત આધરે ખાતે ભિલોડા ત્રણ રસ્તા હાઇવે રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન સદર ઇકો ગાડી લઇને ભિલાડા તરફથી આવતા જે શંકાસ્પદ લાગતા સદરી ઇસમને ઉભો રાખી સરદીનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ મનોહર પ્રકાશચંદ્ર બાવરી (ચોકીદાર) ઉ.વ.૨૦ રહે,પાટવા,તા-જેતારણ જી.બ્યાવર રાજસ્થાનનાનો હોવાનું જણાવેલ અને સરદી પાસે ગાડી લગત કાગળો માગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવેલ અને સદર ગાડી સબંધે કોઈ અધાર પુરાવા રજું કરતો ન હોય અને ગલ્લા તલ્લા કરી જવાબ આપતો હોય સદર ગાડી બાબતે પોકેટકોપ કોપ તથા ગાડી ની માલીકી ની ડીટેલ મેળવી તપાસ કરતા ઇકો ગાડી જેનો ૨.જી.નં. GJ-09-BJ-2696 ની તા.૧૪/૧૨/૨૦૨૪ ના રોજ ઇડર સદાતપુરા ખાતેથી ચોરાયેલ છે અને જે ઇડર પો.સ્ટે એ ગુ.ર.નં - ૧૧૧૯૯૦૧૬૨૪૧૬૨૮/૨૦૨૪ બી.એન.એસ.ક.૩૦૩(એ) મુજબના ગુન્હામાંચોરાઈ ગયેલ હોય સદર ગાડી સબંધે પકડાયેલ ઇસમ મનોહર પ્રકાશચંદ્ર બાવરી (ચોકીદાર) ઉ.વ.૨૦ રહે,પાટવા,તા-જેતારણ જી.બ્યાવર રાજસ્થાન વાળાને પુછતાં પોતે ગઇ તા.૧૪/૧૨/૨૦૨૪ ના રોજ ઇડર મુકામેથી સદાતપુરા રોડ પરથી ઘર આગળથી ચોરી કરેલાનું હોવાનું કબુલાત કરતો હોય જે ચોક્કસ બાતમી આધારે સદર ચોરીમાં ગયેલ ઇક્કો ગાડી નં- GJ-09-BJ-2696 ની તથા આરોપી મનોહર પ્રકાશચંદ્ર બાવરી (ચોકીદાર) ઉ .વ.૨૦ રહે.પાટવા,તા- જેતારણ જી.બ્યાવર રાજસ્થાન વાળાને ગણતરીના દિવસોમાં પકડી પાડી ઇડર પોલીસેને વધુ એક સફળતા મળેલ છે.

સારી કામગીરી કરનાર ટીમ-

સી.જી.રાઠોક પોલીસ ઇન્સ્પેકટર

અ.હે.કો અલ્પેન્દ્રસિંહ રતનસિંહ બ.નં.૩૨૩

અ.પો.કો. નિકુલસિંહ મહેન્દ્રસિંહ બર્ન-૧૨૦૫

અ.પો.કો. કલ્પેશકુમાર ગોવિંદભાઈ બનં-૧૦૪

આ.પો.કો.જયદિપસિંહ નરેન્દ્રસિંહ બનં-૩૪૨

આ.પો.કો.દિપકસિંહ ભીખુસિંહ બનં-૦૭૬૩3

અ.પો.કો. અજયસિંહ પ્રહલાદસિંહ બ.નં.૯૭R

‌‌✒️રિપોર્ટર.હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.