જામનગર જિલ્લા નાં જોડીયામાં બાવળ ની ઝાડીમાંથી અફઘાની ચરસ ના જથ્થા સાથે ત્રણ ઝડપાયા - At This Time

જામનગર જિલ્લા નાં જોડીયામાં બાવળ ની ઝાડીમાંથી અફઘાની ચરસ ના જથ્થા સાથે ત્રણ ઝડપાયા


જામનગર જિલ્લા નાં જોડીયામાં બાવળ ની ઝાડીમાંથી અફઘાની ચરસ ના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

જામનગર જિલ્લા નાં જોડીયા માથી અફઘાની ચરસ નાં ૫ કિલો ૮૫૯ ગ્રામ નાં જથ્થા સાથે જામનગર ની એસ ઓ જી પોલીસ ટીમે જોડીયા નાં ત્રણ શખ્સો ને ઝડપી લીધા છે. અને ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે "નો ડ્રગ ઈન જામનગર " અભિયાન શરૂ કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. એલ.એમ.ઝેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ ના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તાર મા પેટ્રોલીંગમાં રહેલ હતા.

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફ ને ખાનગી બાતમી મળેલ કે ફરીદ બસીરભાઈ ખોડ , અજીજ મામદભાઈ ગાધ તથા અસગરગનીભાઈ પલેજા ( રહે. બધા જોડીયા જી.જામનગર ) વાળા ઓ દરીયાbમા કરચલા પકડવા ગયેલ હતા. અને ત્યાથી તેઓ માદક પદાર્થ ચરસ નો જથ્થો લાવેલ છે. અને આ જથ્થો તેઓએ દરીયા કિનારે સીમ વિસ્તારમાં સંતાડેલ છે. અને આજરોજ આ ત્રણેય શખ્સો આ ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયા મા ભેગા મળી સગેવગે કરવાની પેરવીમા છે. તેવી હકિકત આધારે જોડીયા ગામ, બંદર રોડ ઉપર આવેલ બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્સો ને ગેર કાયદે માદક પદાર્થ ચરસ ૫ કિલો ૮૫૯. ગ્રામ ( કિ.રૂ.૮,૭૮,૮૫૦) તથા મોબાઈલ ફોન નંગ-૩ કુલ કિ.રૂ. ૩૦,૦૦૦ એમ કુલ મુદામાલ મળી કિ.રૂ.૯,૦૮,૮૫૦ સાથે ઝડપાયેલ છે. અને ત્રણેય વિરૂધ્ધ જોડીયા પો.સ્ટે. એન ડી પી એસ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.