દોઢસો ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોકમાં કાર પલટી જતા 1નું મોત` - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c5hvbnmdtwjgzopu/" left="-10"]

દોઢસો ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોકમાં કાર પલટી જતા 1નું મોત`


શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ઉમિયા ચોક પાસે ગત મોડી રાતે કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં સવાર ચાર યુવાન પૈકી બે યુવાનને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો યુવાન એસ્ટ્રોન સોસાયટી પાછળ મયૂરનગરમાં રહેતો પ્રતિક મનસુખભાઇ કરકર હોવાનું અને ઇજાગ્રસ્ત થયેલો પુષ્કરધામ મેઇન રોડ પર રહેતો રાજેશ દલસુખભાઇ વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]